________________ આનંદમાં છે?” ભદ્રાએ કહ્યું કે-“સ્વામીની કૃપાડેજ સુખ અને લીલાપતિપણું મેળવી શકાય છે. જેના ઉપર આપ સ્વામીની મીઠી દષ્ટિ થાય તેને હેરાન કરવાને કણસમર્થ છે ? વળી જેના ઉપર આપની સંપૂર્ણ કૃપાદ્રષ્ટિ થાય તેને ઐહિક સુખવિલાસ પ્રાપ્ત થાય તેમાં શું આશ્ચર્ય તેને કોણવિન્ન કરનાર થાય?” ફરીથી રાજાએ પૂછયું કે-“હે ભદ્રા ! તેડાવ્યા છતાં તમારે લીલા પતિ પુત્ર કેમ ન આવ્યો? ભદ્રાએ કહ્યું કે–“મહારાજ ! જન્મથી આજ સુધી આપની કૃપાથી તેણે લીલાપતિપણું જ કર્યું છે. તે ક્રીડા કરવાનું જ માત્ર જાણે છે, બીજું કાંઈ જાણતો નથી. તેના સ્વરૂપનું સર્વ રહસ્ય બુદ્ધિનિધાન અભયકુમાર મંત્રીશ્વર પાસે મેં કહી દીધેલું છે. હવે સ્વામીની કૃપા તે અમારી ઉપર છેજ, પણ વિશેષ કૃપા કરીને આપ અમારે મંદિરે પધારો અને સેવકને પવિત્ર કરે. જ્યારે સ્વામીની સંપૂર્ણ કૃપા થાય છે, ત્યારે કાંઈ વિચારવાનું રહેતું જ નથી. જેવી રીતે શ્રીમદ રામચંદ્ર - ચીની પુત્રીને મને રથ પૂર્ણ કરવા માટે બોલાવ્યા ન હતા તે પણ સ્વયમેવ તેને ઘેર ગયા, અને તેના સાસરાના ઘર સુધી પોતે સાથે જઈને તેને ત્યાં મૂકી આવ્યા આ પ્રમાણે અનેક રીતે તેમણે પ્રજાનું લાલનપાલન કર્યું છે તેવી રીતે આપની જેવા મહાન પુરૂષે હેય છે તે પારકાના મોરથ પૂર્ણ કરવા સિવાય બીજો કોઈ વિચાર કરતાજ નથી. અમારી જેવા પરમાણુ તુલ્ય સેવકના મનોરથ પૂર્ણ થવાથી આપની જેવાની ગુરૂતામાં ઘણી વૃદ્ધિ થશે, કાંઈ પણ હાનિ થશે નહિ. “અહે! આનું કૃપાળુપણું! અહો! આની સરલતા! અહે! આનું પ્રજાનું લાલનપાલન?' આ પ્રમાણે અનેક યુગ સુધી તમારી કીર્તિ સ્થિર થશે; તેથી કૃપા કરીને મારી વિનંતિ સ્વીકારી - આપના ચરણની સ્થાપનાવડે મારું મંદિર આપને જેમ સુખ