________________ ધન્યકુમાર ચરિત્ર, પિતે ત્યાં જશે, તે પછી તેમની મહેટાઈ કયાં રહેશે?” વળી કઈ બેલશે કે-જે મહારાજા થઈને વાણિયાને ઘેર જશે, તે પછી અમારી જેવાને ઘેર તેઓ કેમ નહિ આવે ? અને પ્રત્યેકને ઘેર જવાથી રાજાની હલકાઇ દેખાશે. આ પ્રમાણે જુદા જુદા લેકેની જુદી જુદી વાણી સાંભળવાથી જોકે રાજાની તમારી ઉપર મેટી કૃપા છે તો પણ કેને ખબર પડે કે શું થશે ? રાજાઓનાં મન ક્ષણસ્થાયી અને અસ્થિર હોય છે, તેથી કદાચ તેમના મનમાં જુદે ખ્યાલ આવી જાય તે મારું કથન સિદ્ધ થાય અગર ન પણ થાય. તેથી જો ધાર્યા પ્રમાણે જ કરવાની ઈચ્છા હોય તે તે મારી સાથે સુખાસનમાં બેસીને તમેજ રાજા પાસે ચાલે. ત્યાં આવીને જેવી રીતે મારી પાસે વિજ્ઞપ્તિ કરી છે તેવી જ રીતે તેની પાસે પણ કરો. તે વખતે હું તમારાથી જુદે પડીને અવસરોગ્ય કથનવડે તમારું કાર્ય કરી આપીશ. ધન્યકુમાર પણ ત્યાં જ બેઠેલા હશે, તે પણ તે કાર્યમાં પ્રેરણા કરનાર થશે. ત્યાં આવવાથી તમારું કાર્ય અવશ્ય સિદ્ધ થશે એમજ જાણજો.” આ પ્રમાણેનાં અભયકુમારનાં વચન સાંભળ્યા, એટલે અતિ અભુત ભેટશું સાથે લઈને ભદ્રા સુખાસનમાં બેઠી અને ઘણા દાસ દાસીઓને સાથે લઈ અભયકુમારની સાથે રાજ્યારે ગયા. જેવા સુખાસનમાંથી ઉતરીને સભામાં તે પ્રવેશ કરતાં હતા તેટલામાં તે અભયકુમારે આગળ થઈને રાજાના કાનમાં કહ્યું કે“સ્વામિન્ ! શાલિભદ્રની માતા વિજ્ઞપ્તિ કરવાનું આવે છે, તે સ્વામએ સ્વીકારવી.” પછી ભદ્રા રાજા પાસે આવ્યા, અને ભેટયું ધરીને પ્રણામ કરી ઉભા રહ્યા. રાજાએ આદરપૂર્વક હસ્તની સંજ્ઞાથી બેસવા માટે ઉચિત સ્થાન દેખાડીને કહ્યું કે “ભાગ્યવંત શેઠાણી! તમે ભલે આવ્યા, લીલાપતિ એ તમારે પુત્ર ખુશી