________________ 54 ધન્યકુમાર ચઢ. કોએ અભયકુમારના આવાગમનની. હકીક્ત ભદ્રા શેઠાણીને જણાવી દીધી. ભદ્રા પણ તેની શેરીમાં અભયકુમાર આવ્યા કે તરતજ ઘણી સખીઓ તથા દાસીએથી પરવરેલા પિતાના ઘરના આંગણાથી સો પગલા સામા ગયા. ત્યાં જઈ અતિ આદરપૂર્વક લુંછણું કરીને અભયકુમારને ઘરમાં તેડી ગયા. પછી ભવ્ય આસન ઉપર બેસાડીને અદ્ભુત એવી જુદા જુદા દેશોમાં બનેલી વતુઓ ભટણામાં ધરી અને પુષ્પ, તાંબુલ, અત્તરવિગેરેથી શિષ્ટાચાર દેખાડીને બે હાથ જોડી ભદ્રાએ કહ્યું કે-“આજે અમારે મહાન પુણ્યને ઉદય થ છે, આજ દિવસ સુંદર છે, આજે અમારા મને રથ પૂર્ણ થયા છે, કારણ કે આપ અમાત્યે પોતે પોતાના ચરણની સ્થાપનાવડે અમારું ઘર પાવન કર્યું છે. આપ સ્વામીએ આટલે શ્રમ શામાટે લીધે ? ત્યાં રાજદ્વારે રહીને જ આજ્ઞા કેમ ન કરી ? સ્વામીના હુકમ સાંભળવા માત્રથી જ આદેશેલ કાર્ય હું કરત. સ્વામીએ નિર્દિષ્ટ કાર્ય કરવામાં સેવકને તે આજ્ઞા માત્રને જ વિલંબ હોય છે. આ પ્રમાણેનાં ભદ્રાનાં વચન સાંભળીને અભયકુમારે કહ્યું કે–“તમે કહ્યું તે સાચું છે, હું જાણું છું કે તમારી જેવા કુલીનની તેજ રીતિ છે, પરંતુ મારે પણ મહારાજાને હુકમ પ્રમાણ કરવાનું છે. મહા પ્રસન્ન ચિત્તવાળા મહારાજાએ મને કહ્યું કે–તું પરિવાર સહિત શાલિભદ્રને ઘેર જાય ત્યાં જઈને કુશળ સમાચાર પૂછીને અતિ આદર તથા પ્રયત્નપૂર્વક તેને અહીં તેડી લાવ, કે જેથી હું તે પુણ્યવંત એવા શાલિભદ્રના મુખને જોઉં.” આ પ્રમાણે રાજાને હુકમ મળવાથી શાલિભદ્રને તેડવા માટે હું આવ્યું છું. શાલિભદ્રને આપ મારી સાથે મેકલે, કે જેથી અતિ ઉત્સુક એવા મહારાજાને મને રથ સફળ થાય. પ્રસન્ન થયેલા રાજા તેની મહત્વતા વધારશે અને મોટી કૃપા દેખાડશે,