________________ 530 નવમ પવિ. " તથા શિષ્ટાચારપૂર્વક તેને પ્રસન્ન કરી તેને વિસર્જન કર્યો. પ્રધાને ભૂપ તથા અભયકુમાર પાસે જઈને વિનયપૂર્વક બધી હકીક્ત નિવેદન કરી. તે સાંભળીને રાજા અને અભયકુમાર વિચિમત થયા અને ચિત્તમાં ચમત્કાર પામ્યા. શ્રેણિક રાજા પોતાના મનમાં વિચારવા લાગ્યા કે–“અહો ! કેવી અનિર્વચનીય પુણ્યની ગતિ છે ! પુણ્યપુણ્યમાં પણ મોટું અંતર છે. હું સ્વામી રાજા છું, આ મારા સેવક છે, પણ મારા ને તેના પુણ્યમાં મોટું અંતર છે; કારણ કે આ સેવક થઈને પણ એક દિવસ માત્રમાં જે ભોગવી શકે છે, તે આખા વરસે પણ હું ભેગવવા સમર્થ નથી. મારે એક રત્નકંબળ લેતાં વિચાર થઈ પડતું હતું અને આ શ્રેષ્ટિએ સેળે રત્નકંબળા ખરીદીને જીર્ણ વસ્ત્રની જેમ તેનાં પગલું છણાં કરીને તે ફેકી પણ દીધાં અને અપશ્ય કરી દીધાં પરંતુ એક વાતે હું પણ ધન્યકૃતાર્થ છું કે મારા રાજ્યમાં આવા ભેગેંદ્રો રહે છે, અને સુખ વિલાસ કરે છે, તેથી હું પણ સફળ જીવિતવ્ય વડેજ જીવું છું. આવું ભેગુંદ્રપણું તે પૂર્વ જન્મમાં કરેલી શ્રી જિનમાર્ગને અનુસરનારી શુદ્ધ તપસ્યા અને દાનાદિકના ફળરૂપ હોય છે, તેથી એવી આરાધના કરનારના હું દર્શન કરૂં, તે કે છે તેને જોઉં. અતિ પુણ્યવંતના દર્શન કરવાથી પણ દિવસ સફળ થાય છે. " આ પ્રમાણે ચિંતવીને તેણે અભયકુમારને કહ્યું કે-“તું તેને ઘેર જા, અને મિષ્ટ વચને વડે તેને આનંદિત કરીને સન્માનપૂર્વક બહુ પ્રયત્નવડે, તેને સુખ ઉપજે તેવા સુખાસનમાં બેસાડીને દિવ્ય વાજિંત્ર આગળ વાગતાં હોય તેમ આડંબરપૂર્વક તેને અહીં તેડી લાવ, કે જેથી પુણ્યવંત એવા તે ધમ પુરૂષનાં હું દર્શન કરૂં” આ પ્રમાણે રાજાની આજ્ઞા થવાથી કેટલાક પરિવારને સાથે લઈને અભયકુમાર હર્ષપૂર્વક રાલિભદ્રને ઘેર ગયા. પ્રથમથી જ સેવ