________________ પડેટ ધન્યક માર ચરિત્ર.. આ પ્રમાણેનાં પ્રધાનપુરૂષનાં વાક્ય સાંભળીને ભદ્રામાતાએ કહ્યું કે “આ ધન, ધાન્ય, ગૃહાદિક બધું મહારાજાનું જ છે; તેથી મૂલ્યનું શું પ્રજન છે? મૂલ્ય માગવું તે પણ અનુચિત છે. જે કોઈ પારકે હોત તો તે મૂલ્ય કહેવાપણું રહે. જે મહારા જાના કામમાં અમારી કઈ પણ વસ્તુ આવે તે અમારે માટે ભાગ્યોદય કહેવાય. મહારાજાની આજ્ઞાને અનુકૂળ રહીનેજ જે સેવકે કાર્ય સાધે, તે તેનાં સર્વ કાર્યો સફળ થાય છે. આવી સેંકડો રત્નકંબળો મહારાજાને લુંછણું કરીને ફેંકી દેવાય. સેવકના ઘરમાં રહેલી કઈ પણ વસ્તુ જો સ્વામીના ઉપગમાં આવે, તે તેથી વધારે સારૂં શુંતે દિવસ ધન્ય છે કે જે દિવસે અમારી વસ્તુ સ્વામીના ચિત્તને પ્રસન્ન કરનારી થાય, પણ હું શું કરું? આ રત્નકંબળને મહારાજને ખપ પડશે એવું મેં પૂર્વે જાણ્યું નહેતું. તે રત્નકંબળ દરેકનાં બે બે ખંડ કરીને મેં વહુરૂઓને આપી દીધા છે. તેઓએ પણ “આ રત્નકંબળમાં શું શભા છે?” એમ જાણી તેને અનાદર કરીને જ્યારે સ્નાન કરીને તેઓ ઉઠી ત્યારે તે કટકાઓ વડે પગ લુંછીને તેઓએ ફેંકી દીધા છે. આપ આવે અને જુઓ નિર્માલ્ય કુઈમાં તે હજુ પણ પડેલા છે. હજુ પણ જો તેને અગ્નિમાં તપાવીએ, તે તે મળ રહિત શુદ્ધ થાય તેમ છે, પરંતુ નિર્માલ્યપણાને પામેલી–ભેગથી ઉતરેલી વસ્તુની હું મહારાજાને ભેટ કેમ કરી શકું? જે ચીજ વાપરેલી ન હોય તેજ રાજા પાસે ધરાય, વાપરેલી વસ્તુ ધરવી તે ગ્ય નથી; તેથી પ્રણામપૂર્વક રાજા પાસે મેં કહેલી વિજ્ઞપ્તિ કરજે. વળી બીજી જે કઈ વસ્તુને મહારાજાને ખપ હોય, તે ખુશીથી મંગાવે; બધી વસ્તુ મહારાજાને જ આધીન છે.” આ પ્રમાણેને પ્રત્યુ ત્તર આપીને ઉત્તમ તાંબુળ તથા વસ્ત્રાદિકવડે તેનું સન્માન કરી