________________ - નવમ પહાવ. ઉપર મટી કૃપા કરી છે, પરંતુ અમે સ્વામીને નમન કરીને ઉતારે જતા હતા, ત્યારે શાલિભદ્ર શ્રેષ્ઠિના મંદિરની નીચે થઈને જતાં અમે પરદેશી વ્યાપારીએ છીએ' તેમ જાણીને શાલિભદ્રની માતાએ અમને લાવ્યા અને પૂછયું કે “તમે શું વસ્તુઓ વેચવા આવ્યા છે ? તેમના પૂછવાથી અમે તેમને રત્નકંબળો દેખાડી. તે શેઠાણીએ અમે માણ્યું તેટલું મૂલ્ય આપીને તે સર્વે ખરીદી લીધી છે. હવે અમારી પાસે એક પણ કંબળ રહી નથી, તેથી શું આપીએ? આ સેવકે તે પહેલેથી જ આશા રાખીને આ પના ચરણ પાસે આવ્યા હતા, તે વખતે આપે જરા પણ ઈચ્છા દેખાડી નહિ, તેથી અમે તે કંબળા તેને વેચાતી આપી દીધી; પરંતુ આવા રાજાની છત્રછાયાને પણ ધન્ય છે કે જ્યાં આવાં મોટા શ્રેષ્ટિઓ - શ્રીમંત વસે છેકારણકે એકલા તેણેજ પરદેશથી મહા મૂલ્યવાન વસ્તુઓ અમે લાવ્યા, તે અમારો પ્રયાસ સફળ કર્યો. બીજી જે કાંઈ મહારાજા આજ્ઞા કરે તે અમે સ્વીકારવાને તૈયાર છીએ.” આ પ્રમાણે પ્રત્યુત્તર આપીને અને સન્માન કરીને તે પ્રતિહારીને તેઓએ વિસર્જન કર્યો. પ્રતિહારીએ રાજા પાસે જઈને સાંભળેલી બધી હકીકત નિવેદન કરી. તે સાંભળીને શ્રેણિક મહારાજ અને અભયકુમારે એક પ્રધાનને શાલિભદ્રની માતા પાસે મોકલ્યો. દેવભુવનના જેવું છે ઘર જેતે વિમિત ચિત્તવાળે તે પ્રધાન ભદ્રા શેઠાણી પાસે ગયે. તેણીએ અસાદર અને સન્માનપૂર્વક એગ્ય આસન ઉપર તેને બેસાડ્યો અને આવવાનું કારણ પૂછયું. તેણે કહ્યું કે–“તમે જે રત્નકંબળે ખરીદી છે, તેમાંથી એક કંબળ જે દ્રવ્ય બેઠું હોય તે લઈને આપો' તેમ મહારાજે કહેવરાવ્યું છે. પટ્ટરાણીના દુરાગ્રહને પૂરો કરવા માટે તેની ખાસ જરૂરીઆત છે.”