________________ ધમાર ચરિત્ર. તાના દેષથી બહારથીજ તમે તેવી વસ્તુઓ પાછી મેકલાવી આ પિ છે; પણ સ્નેહની આ રીતિ નથી ! કારણ કે એ ઋતુમાં સુખ આપનાર રત્નકંબળો વેચાવા આવી હતી, તે પણ તમે જ જોઈને પાછી મેલાવી દીધી. તેમાંથી અમારે માટે એક પણ કંબળ વેચાતી લીધી નહિ, તેથી તમારે મારા ઉપરને સ્નેહ કૃત્રિમજછે એમ જણાય છે.” રાજાએ કહ્યું કે-“અરે! એમાં કૃપણુતા બીલકુલ નથી. મેં તે એમ વિચાર્યું કે તે વસ્તુ નવી છે તે સાચું છે પણ તેને સ્પર્શ કર્કશ હેવાથી રાણીને પહેરવામાં અને ઉપભેગા લેવામાં તે કંબળ ચિત્તને પ્રસન્નકારી નહિ થાય.” તે હેતુથી મેં તે પાછી વાળી હતી, દ્રવ્યવ્યયના ભીરૂપણાથી પાછી મેકલી નહતી. ”રાણીએ તે સાંભળીને કહ્યું કે-“જો તમારા અંતઃકરણમાં તેમજ હોય તે એક તે મંગાવીને મને આપે, તે નહિ આવે ત્યાં સુધી હું ભજન કરીશ નહિ.” આ પ્રમાણે હઠથી આચહ ધરીને તે રીસાઇને બેઠી. રાજાએ પણ તેને અત્યાગ્રહ જાણીને ફરીથી સભામાં આવી અભયકુમારને કહ્યું કે “બાળક તથા સ્ત્રીને હઠ દુર્નિવાર્ય હેય છે, તેથી ગમે તેમ કરીને એક રત્નકંબળ લઈ આવો.” આ પ્રમાણે રાજાની આજ્ઞા થવાથી તેમણે એક વાક્ચાતુર્યવાળા પ્રતિહારીને તે વ્યાપારીઓ પાસે મેક. તે કંબળના વ્યાપારીઓ પાસે જઈને બોલ્યો કે–“અરે વ્યાપારીઓ! મગધાધિપ વિમુખે આજ્ઞા કરે છે કે–સવા લાખ દ્રવ્ય લઈને એક રત્નકંબળ અને મને આપે. હું રેકડું મૂલ્ય લઈને જ લેવા આવ્યો છું.”તે સાંભળીને સન્માનપૂર્વક વ્યાપારીઓએ ઉત્તર આપે કે-“અરે ભાઈ ! રાજાને અમારા બહુમાનપૂર્વક પ્રણામ કહેજો અને વિનંતિપૂર્વક જણાવજે કે- સ્વામીએ જે એક રત્નકંબળ મંગાવી તે અમારા