________________ નવમ પલવ... પ3 bઈ વખત ઉષ્ણ નિવાળા ઉંદરો ઉત્પન્ન થાય છે. તેઓનાં રે, મ–વાળ ગ્રહણ કરીને આ બનાવાય છે. આખા દેશમાં તપાસ કરતાં અમને આટલીજ કંબળો મળી, વધારે મળી નહિ. આ તો કઈ કઈ સમયેજ બને છે. હમેશાં બનતી નથી. તેના ગુણે ત્રણે રૂતુમાં સુખ આપનારા છે, અને અગ્નિમાં જોવાથી તે નિર્મળ થાય છે.” આ પ્રમાણે માતાએ તદ્દન નવીન પ્રકારની અભૂત વતુ જાણુને દરેક કંબળના સવા લાખ મૂલ્ય આપીને સેળે વેચાતી લીધી છે અને પછી તેના બે બે કટકા કરીને તમારા વપરાશને માટે આ કટકાઓ મોકલ્યા છે.” આ પ્રમાણેનાં દાસીનાં વચન સાંભળીને તે રતનકંબળનાં ખંડે તેઓએ ગ્રહણ કર્યા. પછી ઓઢવા જતાં તેને સ્પર્શ કર્કશ લાગવાથી મેદું મરડીને તેઓ બોલી કે–“અમે આ પહેરી શકીશું નહીં. આ તે પગ લુંછવાના કામમાં આવશે, બીજા કામમાં આવશે નહીં.” તેમ કહીને તે રત્નકંબળના કકડાવડે પગનાં તળિયા લુંછી નાંખીને તે બધીને નિર્માલ્ય કુવામાં તેઓએ નાંખી દીધી. ચેટીએ ભદ્રા પાસે જઈને આ સર્વ હકીકત જણાવી. ભદ્રા હસીને બોલ્યા કે–દેવદૂષ્ય વસ્ત્રો પાસે આ કંબળો શા હિસાબમાં છે?” અહી શ્રેણીકરાજાની ચિલણા નામની પટ્ટરાણીએ રત્નક બળની વાત સાંભળીને રાજાને આક્રોશપૂર્વક કહ્યું કે-“મારે અને તમારો નેહસંબંધ જ ! જે જે નવી વસ્તુ પરદેશથી તમારી પાસે આવે છે તે તમે જોઈને દ્રવ્ય ખર્ચવાના ભીરૂપણાથી બહારથી જ તેને પાછી મેકલી આપે છે. અહીં અંતઃપુરમાં તે જોવા માટે પણ એકલતા નથી. આમ કરવાનું તાત્પર્ય હું જાણું છું. તમેએમ ધારે છે કે-જે અંતઃપુરમાં દેખાડીશ તે અંતઃપુરની સ્ત્રીએ તે માગશે, ત્યારે વળી ખર્ચ કરે પડશે. આ પ્રમાણે કૃપ