________________ પ૩૪ ધન્યકુમાર ચરિત્ર. વિચારવા લાગ્યા કે આપણે અજ્ઞાનતાથી નાણાની અધીરાઈ બતાવી તે સારું કર્યું નથી. આ પ્રમાણે મનમાં શરમાતા તેઓ ભદ્રા માતા પાસે ગયા. ભદ્રાએ પૂછયું કે–“તમને ઇચ્છિત દ્રવ્ય મળ્યું?” તેઓએ કહ્યું કે-“તમારી મહેરબાનીથી શું મળતું નથી?” ભદ્રાએ ફરીથી કહ્યું કે–“એકેક રત્નકંબળના બે બે ખંડ કરી આપે, કારણ કે મારા પુત્રને બત્રીશ પત્નીઓ છે, અને રત્નકંબળ સેળ છે, તેથી તેઓ સર્વને કેવી રીતે થઈ રહે? તેથી હું તેના બે બે ખંડ કરાવું છું. તે સાંભળીને વ્યાપારીઓ ચિત્તમાં ચમત્કાર પામ્યા અને વિચારવા લાગ્યા કે—“અહે આનું પુણ્યબળ કેવું છે ! જે કોઈ મહા મહેનતે એક રત્નકંબળ ખરીદે, તે જીવની માફક તેની રક્ષા કરે, અને પર્યાદિકને દિવસે તે વાપરે. આ તે પહેલેથી જ કટકા કરાવી નાખે છે, તેમાં તેને કાંઈ વિચાર પણ થતું નથી!!અહે! આ જગતમાં પુણ્ય અને પાપવચ્ચે મેટું અંતર દેખાય છે. બહુ રના વસુંધરા” એ ઉક્તિ ખરેખરી સાચી છે. પછી તે રત્નકંબદેના બે બે ખંડ કરી દઈને તેઓ શાલિભદ્રના પુણ્યનું વર્ણન કરતાં પિતાને ઉતારે ગયા. હવે ભદ્રાએ તે હાવાના સમયે બત્રીશ રત્નકંબળનાં ખંડે બત્રીશ વહુઓ માટે દાસીના હાથમાં આવ્યા. દાસી તે કટકાઓ લઈને ન્હાવાના સ્થળે ગઈ. દરેક વહુને એકેક કટકો આપ્યો. તેઓએ પૂછયું કે–“આ શું છે? આને અમે શું કરીએ?” દાસીએ કહ્યું કે–“શેઠાણીઓ! આજે પરદેશી વ્યાપારીઓ સવા સવા લાખ સેનામહેરેની કિંમતવાળા સેળ રત્નકંબળે લઈને માતાની પાસે આવ્યા હતા. તેઓએ આ કંબળા માતાને દેખાડી; માતાએ પૂછયું કે–બત્રીશ લાવી આપે.' તેઓએ કહ્યું કે-“માતા ! આ કાંઈ જ્યાં ત્યાં બનતી નથી. નેપાળ દેશમાં બળતા લાકડાઓમાં