________________ - - - - - પિ૩૩ કરશુંઆ પ્રમાણે વાત કરીને તેઓ બોલ્યા કે “માતાજી !અમે પરદેશી છીએ, ઘેર જવાને આતુર છીએ, તેથી ઉધારે વ્યાપાર કરતા નથી, રાકડે રૂપિયેજ વ્યાપાર કરીએ છીએ, તેથી અમને એનું મૂલ્ય આપ; પછી તમને જેમ અનૂકુળતા હશે તેમ કકડા કરી આપશું.” તે સાંભળીને વ્યાપારીઓની અધીરાઈ જાણી ભદ્રાશેઠાણી જરાક હસ્યા અને ભંડારીને હુકમ કર્યો કે–“તેઓ પ્રસન્ન થાય તે પ્રમાણે વિશ લાખ સેનામહેરે આ રત્નકંબળના મુલ્ય માટે તેને આપે.” ભંડારીએ તેમને બેલાવી લક્ષ્મીગૃહમાં જઈને લક્ષમીગૃહનું દ્વાર ઉઘાડ્યું. વ્યાપારીઓ અંદર જઈને આસપાસ જોવા લાગ્યા. તેઓએ જોયું તે એક તરફ રૂપિયાના અગણિત ઢગલા પડેલા હતા, બીજી બાજુ સોનામહોરના ઢગલા હતા, ત્રીજી બાજુ રત્નના ઢગલા આમ તેમ પડેલા હતા, વળી ઠેકાણે ઠેકાણે માણિક્યાદિકના અનેક ઢગલા પડેલા હતા, વળી એક બાજુ મેતીના કોઠારે ભરેલા હતા, બીજી બાજુ સેનાના, વળી એક બાજુ નીલમ–માણિક્યાદિ રત્નના તથા એક બાજુ વૈર્ય, વિક્રમ, પીરોજા તથા મરકત મણિના કોઠારો ભરેલા હતા. આ પ્રમાણે ચોરાશી જાતિનાં રત્નની અગણિત સંખ્યા દેખીને વિસ્મય પામેલ તેઓ વિચારવા લાગ્યા કે—“શું આ તે સાચું છે, સ્વપ્ન છે, ઇંદ્રજાળ છે કે દેવ માયા છે? આ શું છે? આ લક્ષ્મીને જે સ્વામી હશે તે કેવું હશે ? અહે! તેનું પુણ્યપ્રાબલ્ય કેવું હશે ? આ ધનને સ્વામી જે વિચારે તે કરી શકે છે! આ રાજગૃહી નગરીને ધન્ય છે કે જયાં આવા વ્યાપારીઓ વસે છે. આ શહેરનું “રાજગૃહ" એવું નામ સાર્થક છે.” પછી તેઓએ ઈચ્છાનુસાર દ્રવ્ય માગ્યું અને ભંડારીએ તે પ્રમાણે તેમને દ્રવ્ય આપ્યું. ધન લઇને તેઓ મનમાં , 1 રાજાનું ઘર.