________________ પર ધન્ય માર ચરિત્ર. છે? ઘરના પ્રવેશદ્વારમાંજ આવી દ્ધિને વિસ્તાર કરે છે, તે પછી ઘરની અંદરના ભાગમાં કેવી શોભા હશે? ખરેખર આ બાઇ રત્નકંબળે જરૂર ખરીદશે. આ પ્રમાણે વિચારતાં તેઓ બીજે માળે ગયા. સ્થળે સ્થળે સૂર્યના તાપની જેમ રત્નથી શેભતું ઘર જોતાં જોતાં તેઓ ભદ્રા માતા પાસે ગયા. ભદ્રાએ પણ આદરપૂર્વક શિષ્ટાચાર કરીને તેમને બેસાડ્યા અને પૂછયું કે–“તમે શું લાવ્યા છે?” તેઓએ કહ્યું કે–“રત્નકંબળભદ્રાએ પૂછ્યું-“તે કેવી છે?” તેઓએ ખભેથી ગાંસડી ઉતારીને તે દેખાડી. તે જોઈ ભદ્રામાતાએ પૂછ્યું કે–“આનાં કેવાં ગુણે છે?” તેઓએ પ્રથમની માફક તેનાં ગુણે વર્ણવી બતાવ્યા. ભદ્રાએ પૂછયું કે-આની કિંમત શું છે ? તેઓએ કહ્યું કે–“એકેકની સવા લાખ સેનામહોર કિંમત છે.” ભદ્રાએ પૂછયું કે-“મારા પુત્રને બત્રીશ પત્ની છે, તે દરેકને એકેક આપવા માટે મારે આવી બત્રીશ જઈએ છીએ અને તમે તે સળજ લાવ્યા છે તેથી શું કરું? હવે તેને ફાડીને બે બે કકડા કરી આપે, તેથી મારી 32 વરૂઓને એકેક આપીશ.” આ પ્રમાણે ભદ્રા શેઠાણનાં વચન સાંભળીને તેઓ વિસ્મય પામ્યા અને પરિપરના કાનને અડીને તેઓ બેલવા લાગ્યા કે– શું આને વાયુ થયું હશે કે આ ગાંડી થઈ ગઈ હશે? રાજા જે પણ એક રત્નકંબળ ખરીદવાને સમર્થ થયે નહિ, ત્યારે આ ડેસી તે બોલે છે કે બત્રીશ કેમ ન લાવ્યા ? હવે આના એકેકના બે બે ખંડ કરે. આ શું બેલે છે? આનાં વચન ઉપર કેણ વિશ્વાસ લાવે ?" તે વખતે એક વ્યાપારી બે કે–“તેમાં ચિંતા શું કરે છે ? તેના કહેવા માત્રથી જ આપણે કયાં કકડા કરી નાખીએ છીએ? પ્રથમતે પૈસા ક્યાં છે? તે જયારે આપણને મુલ્ય જેટલા પૈસા આપશે, એટલે પછી જેમ તે કહેશે તેમ આપણે