________________ નવમ પવિ. પ૩૧ જોતા હતા. આ વ્યાપારીઓનાં વચને સાંભળીને તેમણે દાસીને કહ્યું કે-“અરે દાસી ! સત્વર જા અને આ પરદેશી વ્યાપારીઓ જાય છે તે બધાને અહીં લઈ આવ.” આ પ્રમાણે ભદ્રા શેઠાણીની આજ્ઞા થવાથી તે દાસી દેડતી જઈને તે વ્યાપારીઓને કહેવા લાગી કે-“અરે વ્યાપારીઓ ! મારી શેઠાણી તમને બેલાવે છે, તેથી તમે તેમની પાસે ચાલે.” તે સાંભળી એક વાચાળ વ્યાપારી બે કે–“શા કામે તારી શેઠાણ અમને બેલાવે છે? અમે ત્યાં આવીને શું કરીએ ? અમારી વસ્તુઓ તમારા રાજા પણ ખરીદવાને શક્તિવંત થયા નહિ, તે તારી શેઠાણ શું ખરીદવાની હતી ?" દાસીએ કહ્યું કે–“તમારી જેવા ઘણા વ્યાપારીઓ અમારી શેઠાણીના મહેલમાં આવ્યા છે અને આવે છે તે બધા પિતપોતાના ભાગ્ય પ્રમાણે લાભ મેળવીને જાય છે, કેઈ ખાલી હાથે પાછા જતા નથી. તમે તે કોઈ નવીન જાતિના વ્યાપારી દેખાઓ છે; વ્યાપારની રીતિ પણ જાણતા નથી. અનેકને દેખાડીએ, ત્યારે કે એક ઘરાક મળે, પણ માલ ન દેખાડીએ તે કઈ ઘરાક મળતું જ નથી.” તે સાંભળીને તેમાંથી એક બીજે વ્યાપારી પેલા વ્યાપારી પ્રત્યે બે કે–“શું બકબક કરે છે ? આપણે તે વ્યાપારી છીએ, વિચવા કાઢેલી ચીજો સેંકડે માણસે જુએ ત્યારે કોઈ ઘરાક મળે, તેમાં રોષ ?" પછી દાસીને કહ્યું કે-“બહેન ! આગળ ચાલ ! તારી શેઠાણીની પાસે અમે આવીએ છીએ.” આમ કહીને દાસી સાથે તેઓ ભદ્રા શેઠાણને ઘેર આવ્યા. તેઓ શેઠાણીના મંદિરમાં પિઠા અને અહીંતહીં સુવર્ણ, રૂપું તથા રત્નાદિકના ગૃહને શોભાવનારા તેરણે તથા પુતળીઓ વિગેરે જેઈને તેઓ આશ્ચર્યચકિત થઇ ગયા. તેઓ વિચારવા લાગ્યા કે“શું આ તે મનુષ્યને રહેવાને મહેલ છે કે શું આ તે દેવમંદિર