________________ પ૩૦ ધન્યકુમાર ચરિત્ર. રાજાએ રત્નકંબળાની આ પ્રમાણેની હકીકત સાંભળીને પૂછયું કે-“તેનું મૂલ્ય શું છે?” તેઓએ કહ્યું કે-એકેકની કિંમત. સવા લાખ સેનામહેરે છે. આ પ્રમાણે તે વ્યાપારીઓના મુખેથી તેની કિંમત સાંભળીને રાજાના મનમાં આશ્ચર્ય થયું, તેથી તે બોલ્યા કે_“અરે પરદેશી વ્યાપારીઓ ! બહુ મૂલ્યવાળી આ કંબળ અમે ખરીદશું નહિ, કારણકે જ્યારે આ કંબળે પહેરીએ ત્યારે ભરવાડ જેવો વેશ લાગે, તેથી ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલાઓને આ રત્નકંબળ પહેરવી તે શોભા આપનારૂં નથી. તેના ગુણે તે જે જાણતા હોય તે જ જાણે, પણ તે પહેરવાથી બધા લેકે તુચ્છ જાતિપણું તે કહેજ, તેથી તે કંબળે લેવાથી સર્યું–અમારી તે વેચાતી લેવાની ઈચ્છા નથી. વળી કરડે સેના મહેરેવડે અશ્વ, હાથી અને નરરત્નાદિકને જો સંગ્રહ કરીએ તે તે લડાઈમાં વિજય અપાવે, રાજ્યની રક્ષા કરે, આ કંબળોમાં શું બળ છે ? તે શા કામની? તે કાંઈ પણ અમારે ઉપગની નથી.” આ પ્રમાણેનાં શ્રેણિક મહારાજાનાં વચને સાંભળીને તે વ્યાપારીઓ વિલખા વજનવાળા થઈ ગયા, અને રાજાને નમસ્કાર કરીને ઉત્સાહ રહિત થયેલા ઉડ્યા ત્યાંથી પિતાને ઉતારે જતાં પરસ્પર વ્યાપારની વાત કરતાં શાલિભદ્રના મહેલની નીચે થઈને તેઓ નીકળ્યા. તેઓ પરસ્પર બોલતા હતા કે–“ભાઈએ ! આવા મેટા નગરમાં પણ આ કંબળે વેચાણ નહિ, તે પછી આનાથી મેટું નગર બીજું કયું છે કે જ્યાં આ રત્નકંબળે વેચી શકાશે? મહારાજાધિરાજ શ્રેણિક જેવા પણ આ ખરીદવાને અશક્ત દેખાયા, તે પછી આ દેશમાં હવે કેણ ખરીદવાનું હતું ? આ પ્રમાણે બેલતા તેઓ જતા હતા. આ અવસરે શાલિભદ્રની માતા ભદ્રા શેઠાણી દાસીના સમૂહથી પરવરેલા ગોખમાં બેઠા હતા, અને નગરચર્ચા