________________ પરદ ધન્યકુમાર ચરિત્ર. આપણે શું ખાશું? આ મુનિ તે હમેશાં તપસ્યા કરવાના સ્વભાવવાળા-નિત્યના અભ્યાસી હોવાથી એકાદ દિવસ વધારે થયે હેત તે પણ સુકાઈ જાત નહીં. અને અભ્યાસી–નહિ ટેવાચેલા એવા આપણને તે આજે મોટું દુઃખ ઉત્પન્ન થયું ! હાથે કરીને પેટ ચોળીને શૂળ ઊભું કર્યું. આપણે જેવા કે મૂર્ખ હોય કે જે ઘર બાળીને તીર્થ કરે?” આ પ્રમાણે દાન આપ્યા પછી ચાર વખત સત્ત્વ રહિત એવા તેઓએ પશ્ચાત્તાપ કરવાવડે મુનિદાનનું ફળ અલ્પ કરી નાંખ્યું. હે ધનસાર શ્રેષ્ઠી ! તે ત્રણે આયુ સમાપ્ત થયે મરણ પામીને તમારા પુત્રો થયા, પણ ધન તથા વૈભવાદિથી રહિત થયા. દાન આપ્યા પછી પશ્ચાત્તાપાદિ દોષથી તેઓ દોષિત થયા હતા તેથી અહીં વારંવાર લક્ષ્મી મળી, પણ પાછા નિર્ધન થઈ ગયા. સર્વ અર્થને સાધનાર દાનધર્મ દૂષિત થાય તે પણ મૂળથી તેને નાશ થતું નથી, તેથી ધન્યકુમારની સાથે તેઓ જોડાયા ત્યારે તેમની લક્ષ્મી રિથર થઈ. જે પાડેલી સ્ત્રીઓએ ધન્યકુમારના પૂર્વભવની માતાને અખંડ એવા અનુકંપાના અધ્યવસાયથી બાળકનું દુ:ખ મટાડવાને માટે દુધ, તાંદુલ, ખાંડ ને ધી વિગેરે આપ્યાં હતાં, તેઓ તે બાળકને સાધુને દાન આપતે દેખીને મનમાં આનંદ પામી હતી. અને “અહો ! આ બાળકની કેવી દાનરૂચિ છે? કારણ કે અતિ મુશ્કેલીથી મળેલી ખીર પણ અખંડ ધારાએ તે મુનિ મહારાજને વહેરાવી દે છે, તેથી આ બાળકને ધન્ય છે. આ પ્રમાણે અનુમદના કરી હતી પણ બાળકની માતા પાસે તેઓએ તે વાત કરી નહતી, તેઓ ધન્યકુમારની લક્ષ્મીની ભેગવનારી પત્નીઓ થઈ છે. વળી આગલા ભવમાં વૈભવના ગર્વમાં સુભદ્રાએ પિતાની પ્રિય સખીને રેષથી કહ્યું હતું કે-“અરે! દાસી! માટી ઉપાડ.” આ