________________ અષ્ટમ પવિ. - 527 પ્રમાણે આક્રોશ કર્યો હતો, તે કર્મના વિપાકથી તે શાલિભદ્રની બહેન થઈ, છતાં માટી વહન કરવાનું દુઃખ ભેગવવું પડ્યું. કહ્યું છે કે–ભેગવ્યા વગર કર્મ છુટી શકતા નથી. અન્ય શાસ્ત્રકારે પણ કહે છે કે-“આ ભવથી એકાણમા ભવમાં મેં મારી શક્તિથી એક પુરૂષને હણે હતું, તે કર્મના ઉદયથી હે ભિક્ષુઓ ! મારો પગ વી ધાણે છે!” આ પ્રમાણે ગુરૂમહારાજનાં વચને સાંભળીને વૈરાગ્ય થવાથી કેટલાએક ભવ્ય જીવોએ વેગથી ચારિત્ર અંગીકાર કર્યું; કેટલાએકે ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો, કેટલાએકે સમકિતને સ્વીકાર કર્યો, કેટલાએક રાત્રિભોજન, અભણ્યવર્જન, બ્રહ્મચર્યાદિકની બાધાઓ લીધી. આ પ્રમાણે મુનિ મહારાજની દેશના અતિ ફળવતી . દ્રઢ મિથ્યાત્વવાસિત મનુષ્ય પાસે ધર્મદેશના વનમાં વિલાપતુલ્ય ખાલી જાય છે. કહ્યું છે કે-“જેને અર્થ સર્યો હોય તેને કહેવું, જે સાંભળીને ધારણ ન કરે અથવા સાંભળેજ નહિ તેને કહેવું, જેનું ચિત્ત ડેલાઇ ગયું હોય તેને કહેવું, અને જેમને ઘણા શિષ્ય હોય તેને કહેવું તે વિલાપતુલ્ય છે.” તેથી તેઓને ઉપદેશ આપે નહિ. નિપુણ શ્રોતાઓને સંગ મળે તે બંનેનું ચિત્ત ઉદ્યસાયમાન થાય છે. હવે ધનસાર શ્રેષ્ઠી દેશના સાંભળી કર્મના વિપાકને સમજીને સંસાર ઉપર વૈરાગ્ય ભાવ આવવાથી સૂરિમહારાજને નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે-“હે ગુણના ભંડાર ! સંસારમાં ઘણા ભવભ્રમણથી ઉદ્વિગ્ન થયેલે હું આપને શરણે આવ્યું છું, તેથી મારા ઉપર કૃપા કરીને મને ચારિત્રરૂપી પ્રહણ આપ, કે. જેથી તેના ઉપર બેસીને હુ સંસારસમુદ્રને પાર પામું તેમ થવાથી આપણે પણ મહાન યશ મળશે.” મુનિએ કહ્યું કે