________________ અષ્ટમ પવિ. પરમ તાપથી શેષિત થઈ ગયેલા અંગે પાંગવાળા, માત્ર હાડકા અને ચામડીજ બાકી રહી છે તેવા અને ધર્મસ્વરૂપ એવા તે મુનિને દેખીને નટના વૈરાગ્યની જેમ તે ત્રણેને દાન આપવાની બુદ્ધિ ઉત્પન્ન થઈ. તેઓ પરસ્પર કહેવા લાગ્યા કે–“અહો ! આ મુનિ દૂરને વનમાંથી આવે છે. આવા સખ્ત તડકામાં મધ્યાન્હ સમયે રેતી બધી તપી ગઈ છે તે વખતે અતિ દૂર ગામમાં તેઓ કેવી રીતે જશે ? ત્યાં પણ ઘેર ઘેર ભમતાં જો નિષણ આહાર મળશે તે તે ગ્રહણ કરશે, નહિ તે ગ્રહણ કરશે નહિ; તેથી આપણી પાસે જે ભાતું છે તે જ તેમને આપીએ તે બહુ ઉત્તમ થાય.” આ પ્રમાણે વિચારીને વિનયપૂર્વક મુનિને બેલાવી તે સર્વ ભાતું તેઓએ મુનિને હરાવ્યું. મુનિએ પણ શુદ્ધ આહાર જાણીને તે ગ્રહણ કર્યું અને ધર્મલામરૂપી આશીષ આપીને સ્થાને ચાલ્યા ગયા. હવે તે ત્રણેનું સાંજ સુધી કાષ્ટ લેવાના શ્રમથી સવારે ખાઘેલું બધું પચી ગયું, અને બહુ ભારે સુધાની વેદના થઈ. એટલે તેઓ પરસ્પર પૂછવા લાગ્યા કે–“અરે ભાઈ! કાંઈ ખાવાનું રહ્યું છે કે નહિ ? ત્યારે એક બેલ્યો કે–“મુનિને બધું આપી દીધું છે. પછી પેટમાં અત્યંત ક્ષુધા લાગેલી હતી છતાં તે સર્વે લાકડાં ઉપાડીને પિતપતાના ઘર તરફ ચાલ્યા. ત્યાં પણ ને આહાર તૈયાર કર્યા વગર શું ખાય? તેથી તે ત્રણે સુધાથી અત્યંત આકુળવ્યાકુળ થઈને બોલવા લાગ્યા કે-“અહે! આપણને તે મુનિને આપેલ દાનનું આજે આ ફળ પ્રાપ્ત થયું, કારણ કે આજે હમ જ મુનિદાનના પ્રભાવથી સુધાવડે આપણે મરણ પામશું. હવે પછી શું થશે તે તે અમે જાણતા નથી ! હા! હા ! અમને તે આ સાધુએ નકામા ઠગ્યા (છેતર્યા. તે વખતે ત્રણમાંથી એકને પણ એવી બુદ્ધિ ઉત્પન્ન ન થઈ કે જયારે પ્રબળ ક્ષુધા લાગશે ત્યારે