________________ અષ્ટમ પવ. 518 તેણે દીઠું. તેનાજ આંગણા પાસે રહેનાર એક બાળકને ખીર ખાતે દેખીને આ બાળકની દાઢ ગળવા લાગી–મેઢામાંથી પાણી છુટવા લાગ્યું. પછી પિતાપિતાના ઘેરથી બહાર નીકળેલા બાળકે પરરપર વાત કરવા લાગ્યા કે–અરે ભાઈ ! તેં શું ખાધું?' તેણે કહ્યું–‘ખીર ખાધી.' બીજે બો –“આજે અમુક પર્વને દિવસ છે, તેથી ખીરજ ખાવી જોઈએ. ત્યાર પછી વળી એક જણાએ તે ડોશી ના બાળકને પૂછયું કે –“તેં શું ખાધું?” તેણે કહ્યું કે-ધંશ વિગેરે મને મારી માએ જે આપ્યું તે ખાધું.' ત્યારે તે બધા બાળકે હસતા હસતા કહેવા લાગ્યા કે—“આજે ખીર વિના કેમ ચાલે?” તે વૃદ્ધાને પુત્ર બે કે- “મને તે મારી માએ જે દીધું તે ખાધું.” ત્યારે એક બે કે-“તારી મા પાસે જા અને તેને કહે કે આજે પર્વને દિવસ છે, તેથી મને ખીરનું ભજન કરો.” આ પ્રમાણે તે બાળકની વાત સાંભળીને ખીર ખાવાની ઈચ્છા થવાથી તે બાળક ઘેર ગયે અને માને કહ્યું કે-“અરે પૂત્રવસલ માતા ! ઘી તથા ખાંડ વિગેરે સહિત ખીરનું ભેજન આજે મને તું આપ.” માતાએ કહ્યું કે-“અરે વત્સ ! નિર્ધનને ખીર ક્યાંથી મળે?” બાળક બે કે-ગમે તેમ કરીને પણ આજે તે જરૂર છે. આ પ્રમાણેનાં બાળકનાં વચન સાંભળીને તે ડોશી વિચારવા લાગી કે–બાળકને સાચા ખોટાનું જ્ઞાન હેતું નથી.” શાસ્ત્રમાં પણ કહ્યું છે કે - बालको दुर्जनश्चौरो, वैद्यो विश्च पुत्रिका / / अर्थीपोऽतिथिर्वेश्या, न बिदुः सदसइशाम् // 1 // બાળક, દુર્જન, ચાર, વૈધ, વિપ્ર, પુત્રી, ભીખારી, રાજ, અતિથિ અને વેશ્યા આ-દશ જણાઓ પારકી સારી નઠારી દશાને