________________ પ૨૦ ધન્યકુમાર ચરિત્ર. સ્થિતિને સમજતા નથી–જાણતા નથી–વિચારતા નથી.” અરે પુત્ર! આપણા ઘરમાં તે પેટ પૂરું ભરાય તેટલું બેજન મળે તો તે ખીરજ છે. નિર્ધનું વાંછિત કયાંથી સફળ થાય?” બાળકે કહ્યું કે-“આજે પર્વને દિવસે ખીર વિના બીજુ કાંઈ ખાવાનું હોય જ નહિ, તેથી ગમે તેમ કરીને ખીર દે.” વૃદ્ધાએ વિચાર્યું કે-અહે ! આજે મારા મેટા પાપને ઉદય થયે છે, આ બાળક કોઈ દિવસ કાંઈ પણ ચીજ હઠથી માગતું નથી, તેને જે હું આપું છું તેજ ખાઈને જાય છે. આજે કોઈ સ્થળે દેખીને અથવા સાંભળીને તેને તેવી ઇચ્છા ઉત્પન્ન થઈ છે, તેથી મારી પાસે આવીને માગણી કરે છે, પરંતુ હું કેવી નિર્માગીમાં પણ શેખતુલ્ય છું કે હું આંધળીની એક લાકડીની જેવા આ બાળકની ક્ષીર માત્રના ભેજનની ઈચ્છા પૂર્ણ કરવાને પણ સમર્થ નથી; ધિકાર છે મારા અવતારને! !" આ પ્રમાણે વિચાર કરીને રાંકની જેમ પુત્રની સામું જોઈને તે રેવા લાગી, કારણ કે અબળા અને બાળકેને ઈચ્છા પૂર્ણ ન થાય ત્યારે રૂદન કરવું તેજ તેનું બળ છે. માતાને રેતી જોઈને બાળક પણ રોવા લાગ્યો. તે બંનેને રોતાં સાંભળીને પાડોશીઓ ત્યાં આવ્યા. તેઓએ પૂછયું કે–“તમે બંને કેમ રૂઓ છે ? તમારું દુ:ખ શું છે તે કહે, જો તે દૂર થાય તેવું હશે તે અમે તમારું દુઃખ જરૂર ફેડી નાખશું.” ત્યારે તે વૃદ્ધ ડેશી પિતાનું દુઃખ કહીને બોલી કે–“ભાગ્યવંતી બહેને ! નિર્માગીઓની ઈચ્છા અપૂર્ણ રહે ત્યારે રેવું તેજ તેઓનું અવલંબન છે. આ પ્રમાણેનાં તે વૃદ્ધાનાં વચને સાંભળીને તેના દુઃખથી દુઃખી થતાં તેઓ બેલ્યા કે—બડોશી ! તમારા પુત્રને ક્ષીર માત્ર જોતી હેય તે તેની અપ્રાપ્તિના દુઃખથી તમે રેશે નહી, તે તે અમારાથી સાધી શકાય તેવું કાર્ય છે. પછી તેમાંથી એક બોલી કે