________________ 518 ધન્યકુમાર ચરિત્ર. ધન્યકુમાર અદ્ભુત એવી આ સર્વ સંપદાનું એકરથાન ? વળી મારા ધનદત્તાદિક ત્રણે પુત્ર વિદ્વાન છતાં પણ અને વારંવાર સંપદા પામ્યા છતાં પણ નિર્ધન કેમ થઈ ગયા ? ધન્યકુમારની સાથે તેમને સંગવિયેગ કેમ ? વળી લોહને આ સાથે સંગ વિગ થાય તેમ ક્રમ પ્રમાણે તેઓને લક્ષ્મી કેમ મળી અને કેમ તેને નાશ થઈ ગયે? સતીઓમાં નામ ગણાવે તેવી આં શાલિભદ્રની બહેનને શીત, આપ વિગેરે વેદના કેમ સહેવી પડી ? વળી તેને માથે માટી કેમ વહેવી પડી ?" આ પ્રમાણે ધનસારે પ્રશ્નો પૂછયા, એટલે સૂરિમહારાજ શુદ્ધ વાણીવડે બોલ્યાકે-“અરે ભદ્ર! કર્મની ગતિ વિચિત્ર અને અનિર્વ ચનીય છે ! કર્મથી શું શું નથી થતું ? જેની ગતિ, કર્મની પરિણતિ, પુરાલ પર્યાને આવિર્ભાવ તથા તિભાવ વિગેરે જિનેશ્વર અને જિનેશ્વરના આગમ વગર કણ જાણવાને સમર્થ છે? હવે હું તેઓનાં પૂર્વ ભવનું વર્ણન કહું છું તે ધ્યાન દઈને સાંભળો ધન્યકુમારાદિકના પૂર્વ ભવની કથા. આ ભરતક્ષેત્રમાં પ્રતિષ્ઠાનપુર નગરમાં કે વિશ્વના દારિદ્રથી જ ઘડાયેલી હોય તેવી એક અતિ દુઃખી ડોશી - હેતી હતી. તે પારકા ઘરમાં ખાંડવું, દળવું, લીંપવું, પાછું ભરવું વિગેરે કાર્યો કરીને અતિદુઃખથી પિતાને નિર્વાહ ચલાવતી હતી. આ ડોશીને નિર્મળ આશયવાળે, વિનયી, ન્યાયવંત, દાન દેવાની રૂચિવાળે એક પુત્ર હતા, તે લેકેનાં વાછરડાઓને ચારીને આજીવિકા ચલાવતું હતું. આ પ્રમાણે અતિકષ્ટથી તેઓ બંને નિર્વાહ કરતા હતા. એકદા કોઈ પર્વને દિવસે વાછરડાને ચારીને તે બાળક ઘેર પાછા આવતા હતા, તે વખતે કેટલાક ઘરમાં ખીરનું ભજન બનાવેલું તે નાના બાળકે ખાતા હતા અને સ્પર્ધા કરતા હતા. એવું