________________ અષ્ટમ પઢવ. . 515 સહિત તે જિનેશ્વરને વાંદવા ચાલ્યું. જિનેશ્વરના દર્શન થતાં જ દશ અભિગમ સાચવીને તેણે જિનેશ્વરને વાંધા. પછી अधाऽभवत् सफलता नयनद्वयस्य, देव ! त्वदियचरणाम्बुजवीक्षणेन / अद्य त्रिलोकतिलक प्रतिभासते मे, संसारवारिधिरयं चुलुकप्रमाणः॥ હે દેવ ! તમારા ચરણકમળ દેખીને આજે મારી બંને આંખે સફળ થઈ અને મને હેત્રિકતિલક ! આ સંસાર સમુદ્ર એક ખાબોચિયા જેટલેજ છે તેમ હવે લાગે છે.' આ પ્રમાણે સ્તુતિ કરીને યચિત સ્થાને તે બેઠે, અને અંજલિ જોડીને દેશના સાંભવા લાગે. પ્રભુ પણ મિથ્યાત્વરૂપી ઉ. સર્પના વિષને ઉતારવામાં નાગદમની ઔષધી જેવી, કામરૂપી દાવાનળને શાંત કરવામાં મેધવૃષ્ટિ જેવી, અનાદિ કાળને ભવજય નિવારનારી અને સહજાનંદ પ્રકાશનારી ધર્મદેશના આપવા લા ગ્યા. રાજાએ પણ અતિ તૃષિતને અમૃત પીવા મળે ત્યારે જેમ કંઠ સુધી પીએ તેમ કર્ણપુટ ભરી ભરીને દેશનામૃત પીધું, તેથી તેની અનાદિકાળની કષાયની કિલષ્ટતા નાશ પામી અને અતિ અદ્ભુત એ વૈરાગ્યરંગ પ્રગટ થયો. પછી શમ, સંવેગ, નિર્વેદ વિગેરે ગુણેને ઉલ્લાસાયમાન કરતે તે રાજા આનંદપૂર્વક ઉઠીને બેહરત જડી બે કે-“પ્રભે ! પ્રથમ આપે મહાનંદપુર પામવામાં અશ્વની ગતિ તુલ્ય શ્રાવકધર્મ ગ્રહણ કરાવ્યું છે. હવે આ પની કૃપાથી સંસાર ઉપર મને વૈરાગ્ય આવે છે, તેથી પવનની ગતિવાળા ચારિત્રરૂપી પ્રવહણમાં આરૂઢ થઇને હું મુક્તિપૂરીએ જવાને ઇચ્છું છું, તેથી દયા કરીને મને સંયમ આપે.” તે સાંભળી પ્રભુ બેલ્યા કે-“જેમ સુખ ઉપજે તેમ તથા આત્માનું હિત થાય તેમ કરે.” પછી રાજા જિનેશ્વરને નમસ્કાર કરીને ઘેર ગયે. : 1 પાંચ સામાન્ય ને પાંચ રાજગ્ય