________________ 516 ધન્યભારે ચરિત્ર. અને પિતાના જયેષ્ઠ પુત્રને રાજ્ય આપીને અને બીજી બધી રાજ્યવ્યવસ્થા કરીને, મેટા આડંબરપૂર્વક શ્રીજિનેશ્વર પાસે આવી તેમના ચરણારવિંદને નમસ્કાર કરીને બહુ વીલ્લાસવડે તેમણે ચારિત્ર ગ્રહણ કર્યું, પછી ગ્રહણને આસેવના શિક્ષા ગ્રહણ કરીને નિર્દૂષણપણે ચારિત્ર આરાધીને ઘનઘાતિ ચારે કર્મોને નાશ થતાં તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને અનેક ભવ્ય જીને પ્રતિબંધ કરી અંતે અનશન સ્વીકારી સમસ્ત કમળ દૂર કરીને તે કેરલરાજર્ષિ મોક્ષનગરીએ પધાર્યા. ઇતિ દાનાદિ ત્રિવર્ગ સાધવામાં અગ્રેસર કેરલ કુમાર, ભગદેવ અને ધનદત્તની કથા. આચાર્ય મહારાજ ધનસારાદિક સમક્ષ આ લાંબી કથા - ઈવીને ઉપદેશ આપતાં કહેવા લાગ્યા કે-“હે ભવ્ય જીવો ! પુણ્યથી જ બંધાઈને રહેનારી, સંસાર અટવીમાં રખડાવવામાં કુશળ, ભવરૂપી સમુદ્રમાં ડુબવા માટે શિલા સમાન, અધિક તૃષ્ણા વધારવામાંજ એકતાન થયેલી, રાજ ચેર અગ્નિ તથા જળાદિકના ભયથી ભરેલી, અઢારે પાપસ્થાનક સેવરાવનારી, મહા આરંભ તથા દંભવિગેરે કરાવનારી, અવિરતિરૂપદની તે એક ખાણ તુલ્ય, દુર્જનની જેવાં ચરિત્ર તથા સ્વભાવ દર્શાવનારી અને બહુ કલેશથીજ પ્રાપ્ત થઈ શકે તેવી, તેમજ ગૂઢ રીતે આત્માને ઘાત કરનારી લક્ષ્મી પામીને કણ બુદ્ધિશાળી માણસ હર્ષ પામે? કારણકે જીવે ઘણા પાવડે પરદેશ ગમન કરીને તથા ક્ષુધા તૃષા સહીને, પરસેવા કરીને, ઘણા કલેશે સહીને, અને ધર્મ અધમની વિચારણામાં મૂઢ બનીને લક્ષ્મીને મેળવવામાં ઉદ્યમી રહે છે, પરંતુ જે પૂર્વે કરેલા પુણ્યને ઉદય હેય તેજ તે મળે છે, નહિ તે તે ઉલટા મન, વચન, કાયાવડે બહુ ખેદ માત્ર તે મેળવે છે, કદાચિત