________________ 514. ધન્યકુમાર ચરિત્ર. તે ગામ, આકર, નગર, ક્ષેત્ર, કર્બટ, મંડપ, દ્રોણમુખ વિગેરેમાં વિચરતા જગતના ચક્ષુ એવા શ્રી જિનેંદ્ર અહીં પધારે, એટલે હું પૂર્ણ મને રથવાળે થાઉં અને મહાભકિતવડે શ્રી જિનેશ્વરને નમરકાર કરીને સંયમની પ્રાર્થના કરૂં. તે કરૂણના ભંડાર મને સદ્ય સંયમ આપશે. પછી સંયમ પ્રાપ્ત થવાથી એવા ઉલ્લાસથી હું સંયમની આરાધના કરીશ કે જેથી ફરીથી ભવસંકટમાં પડવું પડશે નહિ.” આ પ્રમાણેની ભાવના ભાવમાં પ્રભાતકાળ થયે ત્યારે શથનમાંથી ઉઠીને પ્રભાતનાં કૃત્ય કરી તે રાજસભામાં આવ્યું. તેવામાં પૂર્વદિશાના ઉદ્યાનપાલકે આવીને વધામણી આપી કે વામિન ! સર્વે સુર, અસુર, મનુષ્ય, બેચરાદિકના સમૂહે જેમના ચરણકમળ સેવ્યા છે તેવા શ્રીમત તીર્થકર ભગવંતે પિતાના ચરણકમળવડે પૂર્વ દિશાનું ઉદ્યાન અલંકૃત કર્યું છે, દેવતાઓએ કરેલ ત્રિગડાની શોભાવડે, અશોક વૃક્ષનીશોભાવડે તથા ભામંડલની શોભાવડે ઉપમા રહિત એવા તે પ્રભુ ન વર્ણવી શકાય તેવી આ શ્ચર્યકારી ઋદ્ધિ સહિત વિરાજે છે. તેનું વર્ણન કરવાને કઈ સમર્થ નથી, સમવસરણના મધ્યમાં સિંહાસન ઉપર બીરાજી તીથંકર ભગવંત અમૃત સમાન દેશના આપે છે, કે જેના શ્રવણ માત્રથીજ જે સુખ અનુભવાય છે, તેવું સુખ ભૂતકાળ અથવા ભવિષ્યકાળમાં મળે તેમ નથી.” આ પ્રમાણેનાં ઉદ્યાનપાળકનાં વચને સાંભળીને સૂર્યોદય થવાથી ચક્રવાકની જેમ હર્ષિત થઈને જન્મ પર્યત ચાલે તેટલું તેને પ્રીતિદાન આપીને સ્વચિંતિત મરથ તરતમાંજ સફળ થશે, તેમ ધારી આત્માને ધન્ય માનતે રેમાંચિતયુક્ત સર્વ ક્રિ