________________ અષ્ટમ પલ્લવ. 499, તાથ મા દુ કરતાં ધરીઆ સામું જ જોતા નથી. આવા મહાપુરૂષે મારી જેવા રંકના આમંત્રણ માત્રથી જ મારું વચન સ્વીકાર્યું અને મેં આપેલ દાન પ્રસ તાથી ગ્રહણ કર્યું. અહે ! મારા મહાભાગ્યને ઉદય થયે, આજથી મારૂં દુર્ગતપણું નાશ પામ્યું. " આ પ્રમાણે સુપાત્ર દાનની વારંવાર અનુમોદન કરતાં તેણે ઘણું વિશેષ પુણ્ય બાંધ્યું. તે વખતે તે શ્રેષ્ઠીને ત્યાં ધનસુંદરીના પિયરીઆના સંબંધીને ઘરે વિવાહ ઉત્સવ હતું, ત્યાંથી જમવાનું નેગું આવ્યું હતું; વળી તેનાં કુટુંબમાં પણ લગ્ન હોવાથી તેને ઘેર જમવા જવાનું પણ આમંત્રણ હતું, તેથી શ્રેષ્ઠી વિગેરે પોતાના કુટુંબીને ઘરે જમવા જવા તૈયાર થયા ત્યારે ધનસુંદરીએ કહ્યું કે–“હું તો મારા પિયરીઆના સંબંધીને ઘરે જઈશ, પણ તેનું ઘર બહુ દૂર છે, તેથી દુર્ગતપતાકને સાથે લઈને જઈશ.” તે સાંભળીને શ્રેષ્ઠીએ તેને લઈ જવાની રજા આપી, તેથી તેણી દુર્ગતપતાકને સાથે લઈને તેને ઘરે ગઈ. તે વખતે તે સંબંધીઓ “અહે ! ઘણે દિવસે બહેન આવી' એમ કહીને અતિ આદર અને ભક્તિ વડે ભેજન માટે તેને બેસાડી, અને તે સંબંધીએ કહ્યું કે-બહેન ! આ તારી સાથે આવેલા તારા નેકરને જમવા બેસવાની રજા આપ, તે તારી રજા હશે તે જ જમવા બેસશે, નહિ તે બેસશે નહિ. મારે ઘરે કઈ જાતની ન્યૂનતા નથી, હજારે જમે છે, દિવસ પણ ઘણે ચઢી ગયે છે, તારી સાથે દૂરથી આવે છે, તેને જમ્યા વિના હું જવા દઈશ નહિ.' તે સાંભળીને ધનસુંદરીએ વિચાર્યું કે- તે ઘેર ભુખ્યો જાય, તે પછી મારી સાથે આવવાનું પ્રયોજન શું ?" તે પ્રમાણે વિચારીને રજા આપી કે સુખેથી તેને યથેચ્છ રીતે જમાડે.” ત્યારે તેઓએ દુર્ગત પતાકને પણ જમવા બેસાડ્યો. ગૃહપતિએ તેને ધનસુંદરીને આજ્ઞાકારક જાણીને બહુ પ્રીતિથી અતિ સુંદર