________________ 498 ધન્યકુમાર ચરિત્ર. રોમાંચવાળે તે ઉતાવળે સાધુની સમીપે જઈ બે હાથ જોડીને વિનંતિ કરવા લાગ્યો કે–“સ્વામિન ! કૃપાનિધાન ! આ ગરીબ સેવક ઉપર કૃપા કરીને આ શુદ્ધ આહાર ગ્રહણ કરશે. શંકાદિક દોષથી રહિત હોવાને લીધે આ આહાર આપને ગ્રહણ કરવા યોગ્ય છે, તેથી પાત્રને પ્રસારે, આહાર ગ્રહણ કરે અને ભારે વિસ્તાર કરે.” તેની આવી વિનંતિ સાંભળીને તે સાધુએ પણ નિષિત આહાર જાણીને તથા તેના ઉગ્ર ભાવ દેખીને પાત્ર પ્રસાર્યું. તેણે પણ નિધાન મળ્યું હોય તેમ અતિશય હર્ષના ભારથી ભરેલા હૃદચવાળા થઈને તે બધી સુખડી એક સાથે જ વહેરાવી દીધી. પછી તે સ્તુતિ કરવા લાગે કે-“કૃપાનિધાન ! તમે ધન્ય છે, તમારે અવતાર પણ ધન્ય છે, તમારું ચરિત્ર પણ પ્રશંસનીય છે. આજે આ મારી જેવા ગરીબ ઉપર મોટી કૃપા કરી છે, સંસારફૂપમાંથી મને તમે આજે તાર્યો છે, કારણકે મુનિના દર્શનથી જ કરડે ભવમાં કરેલાં પાપનો નાશ થઈ જાય છે, વળી ફરીથી ભારાપર કૃપા કરશે.' આ પ્રમાણે સ્તવીને તથા નમીને સંપૂર્ણ મનેરથવાળે તે થયે. સાધુ મહારાજ પણ ધર્મલાભ રૂપ આશીષ આપીને પાછી વળ્યા. દુર્ગત પતાક પણ વારંવાર મુનિદાનને અનુદતે ઘેર આવ્યો. ત્યાં ગૃહકાર્યમાં પ્રવૃત્ત થયે, પરંતુ પુલકિત હૃદયવાળો થઈને મુનિદાનને વારંવાર સંભારવા લાગે. આશ્ચર્યથી ચકિત થયેલ હોય તેમ મનમાં વારંવાર તેનું ધ્યાન કરવા લાગે અને વિચારવા લાગે કે;–“અહે મારા ભાગ્યના વેગથી અચિતિત અને ન સંભવે તે કે બનાવ બની ગયે? આ નિઃસ્પૃહીમાં અગ્રેસર મુનિ મહારાજાઓને ઘણા મોટા શેઠીઆઓ ભિક્ષા માટે નિમંત્રે છે તે પણ કઈકને ઘેર જ જાય છે, તેમાં પણ ઘણાને ત્યાંથી તે કાંઇ ગ્રહણ કરતા નથી, કોઈ ભાગ્યવંતને ઘેરથી મિક્ષા ગ્રહણ કરે છે, કેદની તે