________________ 486 ધન્યકુમાર ચરિત્ર. ધર્મ અને દાન, શીલ તથા તપ વિગેરેના આરાધનથી થાય છે, મારી સેવાથી થતું નથી, તેથી તું મારી નકામી અત્યંત સેવા કરે છે, તે જોઈને હું તારી હાંસી કરું છું.” શ્રીદેવે તે સાંભળીને કહ્યું કે-“ભગવતિ ! તારી પૂજામાં પરાયણ રહેનાર મારૂં જે થવાનું હોય તે થાઓ, હું તે તારી પૂજા પ્રાણને પણ મૂકીશ નહિ.” આ પ્રમાણે કહીને નિશ્ચળ ચિત્તવાળો તે હમેશાં લક્ષ્મીનું પૂજન કરતા સતે દિવસે પસાર કરવા લાગે. એક દિવસે લક્ષ્મીપૂજાના અવસરે લક્ષ્મીનું શ્યામસુખ જોઈને શ્રીદેવે પૂછયું કે-“ભગવતિ ! શા કારણથી આજે તમે વિવર્ણ (અન્ય વર્ણવાળા ) મુખવાળા દેખાઓ છે?” લક્ષમીએ કહ્યું કે–“તારે ત્યાં હમણાં જે પુત્ર જન્મે તે કુલક્ષણો છે, પુણ્ય રહિત છે, પાપ કરીને આવે છે, તેથી હું હવે તારૂં ઘર છોડીને ચાલી જવાની ઇચ્છાવાળી થઈ છું. હું જે કે અતિ ભક્તિવંત એવા તારી ઉપર અનુરક્ત છું, પણ હમણાં અહીંથી મારૂં ગમન તે જરૂર થશે જ; તેથી તારા વિગદુ:ખને લીધે હું વિવર્ણ વદનવાળી થઈ છું, તું જાણે છે કે પુર્યા વિના મારૂં રિથર થઈ શકતું નથી. વળી શાસ્ત્રમાં એમ પણ કહ્યું છે કે જે કેઈ સારા લક્ષણવાળો પુત્ર, દાસ, પશુ કે પુત્રવધુ ઘરમાં આવે તે તેના આગમન માત્રથી જ ચારે તરફથી વગર બેલાવેલી લક્ષ્મી સંકેતિત મનુષ્યની જેમ સ્વતઃ આવે છે, થોડાજ કાળમાં ઘર સમૃદ્ધિથી ભરાઈ જાય છે અને જો કોઈ હલકા લક્ષણવાળે પૂર્વે કરેલા પાપના સમૂહવાળે પુત્ર, પુત્રી, સેવક કે પશુ આવે છે, તે તેના આવવા"થીજ યત્નવડે સાચવી રાખેલી લક્ષ્મીને પણ નાશ થઈ જાય છે. પુણ્ય અને પાપના ઉદયથી અણચિંતવી લક્ષ્મી આવે છે અને