________________ અષ્ટમ પવિ. 485 હેવાથી દુઃખે દુઃખે કાળ નિગમન કરવા લાગ્યું. તેથી હે કેરલ કુમાર ! અંતે આવું પરિણામ લાવનારી લક્ષ્મી અતિ શૌચ કરવાથી પણ સ્થિર રહેતી નથી. વળી સેવા પૂજા કરવાથી પણ તે સ્થિર રહેતી નથી તે સંબંધી કથા સાંભળે તેજ ગામમાં સુચિદને શ્રીદેવ નામને મિત્ર રહેતે હતિ. તેણે અન્ય દેવ-દેવીની સેવા મૂકી દઈને લક્ષ્મી દેવીની જ મૂર્તિ કરાવી. ગૃહ મધ્યે સુંદર પવિત્ર સ્થાનમાં તેનું ગૃહ કરાવી મંત્રાહુવાન, પૂજન અને સંસ્કારાદિક વિધિપૂર્વક તેની સ્થાપના કરી હતી. હમેશાં ત્રણે કાળ ધૂપ, દીપ, પુષ્પાદિકથી તેની પૂજા કરતા હતે. પ્રતિક્ષણે લક્ષ્મીના મંત્રને તથા તેનાજ થાનાદિકને સંભારે કાળ વ્યતિક્રમાવતું હતું. એક દિવસે તે લક્ષ્મીદેવીનું હસતું મુખ જોઇને શ્રીદેવે પૂછયું કે– આપ આજે હસે છે તેનું શું કારણ?” લક્ષ્મીએ કહ્યું કે-“હે શ્રીદેવ ! તું પરમપદને સાધનાર, પરમ કરૂણારૂપી અમૃત રસથી ભરેલા કામકુંભ જેવા, સકળ ચરાચર જેનું હિત કરવામાં તત્પર, સર્વ સુર અને નરના અધિપતિઓ જેનાં ચરણકમળમાં નમે છે તેવા, સમસ્ત વાંછિત સુખને દેવાવાળા અને ત્રણ જગતમાં ઉત્તમ એવા શ્રી જિતેંદ્રને છોડી દઈને આ લેકમાંજ બંધાઈને રહેનારી મારી બહુ પ્રકારે પૂજા કરે છે ! હું તે પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલ પુણ્યના વશથી જ સ્થિરભાવ કરીને રહેવાને શક્તિવંત છું. જ્યાંસુધી પ્રબળ પુણ્યનો ઉદય સ્થિર હોય ત્યાં સુધી રહી શકું છું. મારી પ્રસન્નતાથી હું રહી શકતી નથી, તેથી જેની સેવનાથી કાર્ય ન થાય તેની સેવા કરવી નકામી છે. લક્ષ્મી પુણ્યાધીન છે” તે વાત જગતમાં સર્વત્ર પ્રસિદ્ધ છે. પુણ્ય તે શુદ્ધ દેવ, ગુરૂ,