________________ 484 ધન્યકુમાર ચરિત્ર. આપી દીધી હતી, હવે તું મારી પાસે આવીશ નહિ, અહીંથી જ્યાં સુખ ઉપજે ત્યાં તું ચાલ્યું જા.” આમ કહીને સુચિદને તે માતંગે કાઢી મૂક્યો, તે પણ વિલક્ષ વદનયુક્ત ઘેર આવે. દિવસ મહા દુઃખથી કાઢીને રાત્રે સુતે. જ્યારે નિદ્રા કઈક આવી ત્યારે એક મધ્ય વયવાળી, શ્વેત વસ્ત્ર પહેરેલી, ઉત્તમ તરૂણીને ગૃહના મધ્યમાં પોતાની સન્મુખ આવતી તેણે દીઠી. તેને જોતાં જ સસંભ્રમથી તે બેઠો થયે, અને તેના ચરણમાં નમસ્કાર કરીને તેણે પૂછયું કે-“અરે ભગવતિ દેવિ ! તમે કેણ છે? અહીં શા કાર્ય માટે આવ્યા છે? તેણીએ કહ્યું કે- વામ પાદથી આ અશુચિ છે તેમ કહીને દુગચ્છા દે. ખાડી જેને દૂર ફેંકી દીધી હતી તે હું તારા ઘરની લક્ષ્મી છું.” સુચિદે કહ્યું કે “હમણા તું ક્યાં રહે છે?” તેણે કહ્યું કે- “જેના સ્પર્શથી હું અશુચિવાળી છું, એમ દુગંછી કરીને તેમને દૂર ફેંકી દીધી હતી તે માતંગના ઘરમાં હું હમણા રહું છું.” તેણે કહ્યું–ક માતંગ?” દેવીએ કહ્યું કે જેની સેવા કરીને તેં બહુ દિવસે વ્યતિક્રમાવ્યા, જેની સાથે રહીને તેના ઉપાનહ ઉપડીને તેં તારા આત્માને કલેશ ઉપજાવ્યું, તે માતંગના ઘરમાં હું રહું છું. તેણે કહ્યું “અહીં કેમ આવ્યા છો ?" દેવીએ કહ્યું કે તારે શૈચધમ જેવાને આવી છું કે તું કે શૌચધર્મ હજુ સાચવે છે?” આમ કહીને લક્ષમીદેવી અદશ્ય થઈ ગઈ. સુચિદ લજજાથી માથું નીચું નમાવીને અતિ કલેશથી પ્રાણવૃત્તિ ચલાવતા બધા લેકેને હાંસીનું પાત્ર થશે. તે જયાં જ્યાં જતો ત્યાં ત્યાં તેની ભૂખ અને કામકુંભના નાશનું સ્વરૂપ વર્ણવીને કે તેની હાંસી કરતા હતા, તે સાંભળીને સુચિદ હૃદયમાં બળતે, પણ નિર્ધન