________________ અષ્ટમ પક્ષવ. જવું વચનેથી સુચિદનાં મનમાં અહંકાર થયે, તેથી તે ગર્વના આવેશથી મદમત્ત થયેલ ઘરની અંદર જઈને તે ઘડો ખાંધ ઉપર ઉપાડીને સ્વજનેની વચ્ચે ગયે, અને હર્ષપૂર્વક વિકળ ચેતનાવાળે તે નાચતે નાચતે મુખેથી બોલવા લાગ્યું કે-“આ ઘટ ના પ્રભાવવડે મારૂં સર્વ દારિદ્ર નાશ પામ્યું. ભેજન તે કે માત્ર છે? આ ઘટના પ્રભાવથી પ્રત્યેક મહિને હું તમને ભેજન કરાવીશ. હવે મારી તુલના કોણ કરે તેમ છે ? જો કોઈ હેય તે તે પ્રકટ થાય, હું તેનું સામર્થ્ય જઈશ.” આ પ્રમાણે ગર્વથી ભરેલા હૃદયથી ઉત્સુકતાપૂર્વક વ્યાકુળ ચિત્તવડે હર્ષપૂર્વક તે નાચવા લાગે, તેવામાં તેના રકધ ઉપરથી તે ઘડે પડી ગયે, ભાંગી ગયે, અને તેના સેંકડો કકડા થઈ ગયા. તેથી તે વિલખો થઈ ગયે, આશાભંગ થઈ ગયે અને શેક કરવા લાગે. લોકે તેના મુખ સામું જોઈને ઘેર ઘેર અને દુકાને દુકાને હાંસી કરવા લાગ્યા. મૂર્ખની કથા કહેવાતી હોય ત્યાં તેની જ કથા કહેવાવા લાગી. તા. આ પ્રમાણે જોઈને હૃદયમાં બળતે સુચિદ ફરીથી પાછો નીકળે અને તે માતંગને શોધવા લાગે. ઘણે દિવસે તે માતંગ મજે, તેને બધી હકીક્ત કહી. માતંગ પણ તે સાંભળીને જરા હસી કપાળે હાથ દઈ બોલ્યા કે- “ધિકાર છે તારી મૂર્ખાઈને! સર્વ સમીહિત દેવાવાળી વસ્તુ તારા જેવા મૂર્ખ વગર બીજો કોણ લેકેની વચ્ચે પ્રગટ કરી દેખાડે? અરે મૂર્ખ ! જડ બુદ્ધિવાળા ! ત્રણ વખત તારો મને રથ સધાય તેવી રીતે સ્વભાવસિદ્ધ વિદ્યા, તથા શિખામણ તથા પાત્રો આપ્યાં, તે પણ તારું મૂહનું દારિદ્ર ગયું નંહિ. વળી ફરીથી પણ તું આવ્યું. હવે મારી પાસે બીજે કોઈ મંત્રાક્ષર નથી. જે વિદ્યા મારી પાસે હતી તે બધી તને