________________ પ્રથમ પલ્લવ. 13 - ---- - ---- -- - બિચારી રત્ન તથા પત્થરના તફાવતને શું સમજે? પાંચ રંગના પત્થરે જોઈને તેને તેમાં રત્નનો ભ્રમ થયે લાગે છે.' સ્ત્રીએ પોતાના પિતાના વારંવાર વખાણ કરવા માંડ્યા, તેથી શ્રેષિએ કહ્યું કે નાહકે ફુલાય છે શા માટે ? તારા બાપે જે દાન દીધું છે, તે તે એક મારૂં મન જ જાણે છે તું પણ હવે પછી જાણશ, માટે હાલ તે મુંગી રહે. આ પ્રમાણે સાંભળી તેણી વિચારવા લાગી કે “અહો ! મારા પતિ ખરેખર નિષ્ફરજ લાગે છે; આટલું બધું ધન મળવા છતાં તેના મનમાં જરા પણ ગુણ વસતે નથી. આ પ્રમાણે વિચાર કરી પાછો વિવાદ કરવા લાગી કે–“સ્વામી ! આવાં અમૂલ્ય રત્ન વગર માગે આપ્યા છતાં, “તારા બાપે શું આપ્યું ?' એમ આપ કેમ બેલે છે ? આટલું બધું તે કંઈ રાજા પ્રસન્ન થયે હોય તે પણ આપી ન શકે, પણ તેમાં કહેવત છે તે સત્ય છે કે “જમાઈ તથા જમને કદિ સંતોષ થતેજ નથી.” જુઓ તે ખરા, આ રનેએ પિતાની કાંતિથી ઘરની જમીનને ભાતભાતના રંગથી રંગી નાખી છે.” આટલું કહેવા છતાં શ્રેષ્ઠિના મનમાં કાંઈ વરયું નહિ. તે વિચારવા લાગ્યું કે આનું ભેળપણું તે જુઓ. નાહકની બોલબેલ કર્યા કરે છે. આ પ્રમાણે સ્ત્રીના વારંવાર કહેવાથી શ્રેષ્ટિ ભોજન કરતાં કરતાં ઉઠી પત્ની પાસે જઈને બે કે–“અરે મૂર્બિ! નાહક શા માટે ફેલાય છે? તારા બાપે આપેલાં રત્નો ક્યાં છે? તેના પ્રકાશથી તારા બાપની ઉદારતા કેવી છે તે તને બતાવુ " તેણીએ કહ્યું કે–“આવો આ ઓરડામાં બેટી બૂમે શું પાડે છે? રત્નેએ પિતાની કાંતિથી આખા ઘરને ઝળહળાવી મૂક્યું છે. આ પ્રમાણે