________________ 12 ધન્યકુમાર ચરિત્ર. જઈ કહ્યું કે–હિ શેઠ ! ભેજનની શ્રેષ્ઠ સામગ્રી અને તમે આપે. મારા સ્વામી મારા પિતાને ઘરે જઈ ઘણું ધન લાવ્યા છે, માટે સવારના તમારા જે પૈસા થશે તે આપી દઈશ.” વાણિયે સર્વ સામગ્રી તેને આપી, એટલે ઘરે જઈને તેણે ભજન તૈયાર કર્યું. શેઠ પણ નાનાદિ કરીને ભોજન કરવા બેઠા. હવે શેઠાણીએ ભજન પિરસીને શેઠને કહ્યું કે “હે સ્વામી ! તમે હવે નિરાંતે જમે, હું મારા બાપુએ તમને શું દીધું તે જે. શ્રેષ્ટિએ વિચાર્યું કે—કેથળી જોઈને એ નિરાશ થઈ જશે અને મારું ભેજન પણ વિરસ થઈ જશે. એટલે તેણે સ્ત્રીને બેલાવીને કહ્યું કે–પ્રિયે! હમણાં તો તું પણ ભેજન કરી લે, જમ્યા પછી તને બધું દેખાડીશ.” તેણુએ કહ્યું કે-મને કાંઈ એટલી બધી ભૂખ લાગી નથી, માટે હું તે હમણા જ જોઈશ અને પછી જમીશ.” વારંવાર ન પાડવા છતાં સ્ત્રીને હઠ વારી ન શકાય તે હોય છે. તદનુસાર તે તે જોવા ગઈ. આ બાજુ શ્રેષ્ટિને ચિંતા થવા લાગી કે–“હમણાં જ તે ફરિયાદ કરતી આવશે.' આ બાજુ શેઠાણી કેથળીનું છેડી જુએ છે તે દિશાઓને પિતાના તેજથી ઝળહળાવી મૂકે તેવા અસાધારણ કિંમતના રત્ન તેણીએ દીઠા. તે જોઈ આશ્ચર્યચકિત થઈ જઈ પતિને કહેવા લાગી કે–“નાથ ! જુઓ ! જુઓ ! મારા બાપની ઉદારતા ! મેં પહેલાથી જ તમને કહ્યું હતું કે તમે જાઓ, જાઓ ! તમારા જવાની જ છેટી હતી. ત્યાં ગયા પછી તે તમારે કંઈ માગવું પણ પડયું નહિ હોય. જે દિવસે તમે ગયા તે દિવસે જ મારા પિતાએ રસ્તેથી કોથળી ભરીને તમને આપી લાગે છે. આ બધું સાંભળીને શ્રેષિ જમતાં જમતાં વિચારવા લાગ્યો કે આ