________________ પ્રથમ પલ્લવ. 11 (બજાર) માં તળવા માટે વેપારી તે વેચાતા લેશે, અને કદાચ ઘરમાં રહેશે તે પણ સાધુદાનનું મરણ આપનારા બનશે.” આ પ્રમાણે વિચાર કરીને પિતાની પાસેની કથળીમાં તે ભર્યા અને તેનું મહેડું બાંધી લઈ તે કેથળી માથે મૂકી આગળ ચાલ્ય. સાંજના અગાઉ રહેલ સ્થાને રાત ગાળી આગળ ચાલ્યું. અનુક્રમે શ્રધા તૃષાથી પીડાતે એક ઘડી દિવસ બાકી રહ્યો તે સમયે ઘરે પહોંચી ગયે. આ સમયે તેની સ્ત્રી આંગણામાં ઉભેલી હતી. પતિને પેલી ભરેલ કોથળી સાથે આવતા જોઈને તે વિચારવા લાગી કે, “અહો! મારા સ્વામીનાથ ધનનું પિટકું લઈને આવ્યા તે ખરા; મારા પિતાએ રેકડું ધન એટલું બધું આપ્યું જણાય છે કે તે તેમનાથી બરાબર ઉપાડી પણ શકાતું નથી. આમ વિચારતી આગળ આવી પતિના માથા ઉપરથી પિટકું પોતે ઉપાડી લીધું.” ધનના ભારની અટકળ કરતાં પતિને કહેવા લાગી કે હે નાથ ! ધન જતાં આપની બુદ્ધિ પણ ગઈ કે શું ? મારા પિતાને ત્યાંથી અઢળક ધન મજુરની જેમ તમે પોતે જ શા માટે ઉપાડી લાવ્યા? શરમ પણ ન આવી ? એકાદ રૂપિયે ખરચીને મજુર શા માટે ન કર્યો ? પણ તેમાં તમે શું કરે ? દુઃખી સ્થિતિમાં બુદ્ધિ હંમેશાં પલટાઈ જ જાય છે. આટલા દિવસ નકામાં ગાળી નાખ્યા, જે પહેલાંથી મારૂં કહ્યું કર્યું હેત તે આટલું દુઃખ પણ શેષવું ન પડત.” શ્રેષ્ટિએ તે મુંગા મુંગા સર્વ સાંભળ્યા કર્યું અને વિચાર્યું કે–જે સાચી વાત કહીશ તે આ નિરાશ થઈ જશે, માટે ભજન કરીને પછી ગ્ય પ્રસંગે સર્વ વાત કહીશ.” સ્ત્રીએ તે કથળી પેટીમાં મૂકી અને બાજુમાં રહેતા એક વાણિયાને ઘરે