________________ 14 ધન્યકુમાર ચરિત્ર. બેલી પતિને હાથ પકડી તેને ઓરડામાં લઈ ગઈ. હવે શેઠાણને વારે આવ્યું. તેણે પતિને ત્યાં લઈ જઈને કહ્યું કે “જુઓ ! જુઓ ! કહે હવે! આપણા બેમાં કેણ અજ્ઞ!” શ્રેષ્ટિ જુએ છે તે રત્નએ પિતાની કાંતિથી ઘરને રંગી દીધું હતું. શ્રેષ્ટિ વિચારવા લાગ્યા કે–અહીં આવાં અગાઉ કદિ નહીં જોયેલાં રને કયાંથી? આ તે શું સ્વમ છે કે સાચી વાત છે? મેં તે કથળીમાં પથરી નાંખ્યા હતા અને આ તે જગતમાં રહેલા શ્રેષ્ઠ રત્નો દેખાય છે!” આ પ્રમાણે ઘડી બે ઘડી વિચાર કરતાં શ્રેષ્ઠિને પોતે આપેલ સાધુદાનનું મરણ થયું, એટલે તેનું રહસ્ય તે સમજે. પછી તેણે સ્ત્રીને કહ્યું કે–પ્રિયે ! આ કાંઈ તારા બાપને મહિમા નથી, પણ બીજાજ કઈને મહિમા છે. આ સર્વતે મુનિદાનને પ્રભાવ છે. હે પ્રિયે! તેં કોથળીમાં ભાતું નાખી આપ્યું હતું તે લઈને હું ચાલ્યું અને મુનિરાજને વેગ મળતાં તેને આપ્યું' આ પ્રમાણે પાછી ફરવા સુધીનો વૃત્તાન્ત પિતાની સ્ત્રીને તેણે નિવેદન કર્યો. છેવટે કહ્યું કે–હે મુદ્દે ! હે સ્ત્રી ! જેવા તે દિવસે ઉપવાસના પારણાને સમયે મુનિદર્શન થતાં મારા ભાવ ઊલસાયમાન થયા હતા તેવા મારા આખા જન્મમાં તે કરતાં પણ વધારે સબળ નિમિત્ત ઉપસ્થિત થવા છતાં થયા નહોતા. તે અનુભવ તે હું, મારૂં મન અથવા તે એક શ્રી જિનેશ્વર ભગવાન જ જાણે છે. બે ત્રણ વાર જો આવા ભાવ આવે તે મેક્ષપ્રાપ્તિ પણ દુર્લભ ન રહે. અહે પ્રિયે ! વારંવાર ઇચ્છા થાય છે કે એવો દિવસ ફરીને ક્યારે આવશે?' આ પ્રમાણે પતિનાં વચને સાંભળીને તેણી અતિશય આનંદ તથા ધર્મધ પામી, અને ધર્મરત્ન પ્રાપ્ત થતાં સર્વ