________________ અષ્ટમ પલ્લવ. 465 . દાનના પાંચ પ્રકાર કહેલા છે. અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન અને કીર્તિદાન, તેમાં પ્રથમના બે દાન મેક્ષ આપે છે, જયારે બીજા ત્રણ દાને ભેગાદિક આપે છે. દાનના ગુણથી આલેક અને પરલેકમાં જીવ જગતવલ્લભ થાય છે. દાની જે કાંઈ છે તે સર્વે તેના મુખા હાજર થાય છે, દાની ઇચ્છા માત્ર કરવાથી સર્વ સંપદા આવી મળે છે, તે પ્રત્યક્ષ દેખાય છે. દાંતાવડેજ નગરી શોભે છે. તેમાં પણ સુપાત્રદાનવડે વિશેષ પુણ્ય અને યશ મળે છે. કહ્યું છે કે - पृथिव्याभरणं पुरुषः, पुरुषाभरणं प्रधानतरा लक्ष्मीः / लक्ष्म्याभरणं दानं, दानाभरणं सुपात्रं च // “પૃથ્વીનું આભરણ પુરૂષ છે, પુરૂષનું આભરણ ઉત્તમ લક્ષ્મી છે, લક્ષ્મીનું આભરણ દાન છે, અને દાનનું આભરણ સુપાત્ર છે.' વળી દાન કેઇ પણ સ્થળે નિષ્ફળ જતું નથી, તે માટે કહ્યું છે. કે - पात्रे पुण्यनिबंधनं तदितरे प्रोद्यद् दयाख्यापकं / मित्रे प्रीतिविवर्धकं रिपुजने वैराऽपहारक्षमम् // भृत्ये भक्तिभरावहं नरपतौ सन्मानपूजापदं / भट्टादौ च यशस्करं वितरणं न क्वाप्यहो निष्फलम् / / દાન પાત્રમાં અપાય તે પુણ્યને બંધ કરાવે છે, તે સિવાય બીજામાં અપાય તે “દયાળુપણા” નું બિરૂદ આપે છે. મિત્રને અપાય તે પ્રીતિ વધારનાર થાય છે, દુશમનને અપાય તે વૈરને નાશ કરનાર થાય છે, નેકરને અપાય તે ભક્તિની વૃદ્ધિ કરનાર થાય છે, રાજાને અપાય તે સન્માન અને પૂજા અપાવનાર થાય