________________ 466 ધન્યકુમાર ચરિત્ર. છે, ભટ્ટાદિકને અપાય તે યશ કરાવનાર થાય છે. અહે ! દાન કોઈ સ્થળે નિષ્ફળ જતું નથી. જ્યાં અપાય ત્યાં ફળ આપનાર થાય છે.” આ બાબત પ્રસિદ્ધ છે. ચિત્ત, વિત્ત અને પાત્ર તે ત્રણેની શુદ્ધિપૂર્વક જે દાન અપાય તેના ફળનું વર્ણન કરવાને તે કેઈ સમર્થ નથી. કહ્યું છે કે ऋसहेसरसमं पत्तं, निरवज्ज इकखुरससमं दाणं / सेयंससमो भावो, हविज्जइ पुण्णरेहाए // 1 / / भयवं रसेण भवर्ण, धणेण भुवणं यसेण पूरियं सयलं / अप्पा निरुवम सुक्खेण, सुपत्तदाणं महग्यवियं // 2 // ષભદેવની જેવા પાત્ર, નિરવ શેરડીના રસ જેવી વસ્તુનું દાન અને શ્રેયાંશના સરખે ભાવ તે તે મહાપુણ્યરેખા હેય તેજ એકત્ર થાય છે.' ભગવાનને રસવડે, ગૃહને ધનવડે, સકળ લેકને યશવડે, તથા આત્માને નિરૂપમ સુખવડે ભરીને શ્રેયાંશે સુપાત્રદાનને મહા મૂલ્યવાળું બતાવ્યું છે.” વડના બીજથી મેટું વડ થાય છે, તેવી રીતે સુપાત્રદાન ડું આપ્યું હોય તે પણ મહા ફળદાયી થાય છે, ધનદત્ત માત્ર એકવાર પૂર્વભવમાં સુપાત્રદાન આપ્યું હતું, તે તેને તે દાન સકળ સમૃદ્ધિ અપાવનાર થયું છે.” ગુરૂએ આ પ્રમાણે કહ્યું, એટલે ધનસારાદિકે વિનયપૂર્વક પૂછયું કે-“ભગવાન ! તે ધનદત્ત કોણ હતા? અને તેણે કેવી રીતે દાન દીધું? તે કૃપા કરીને કહી સંભળ.” તેથી ગુરૂમહારાજે કહ્યું કે સાંભળોઃ—