________________ 44 ધન્યકુમાર ચરિત્ર. લાગ્યું તથા પ્રશંસા થવા લાગી. રાજાએ પણ ત્રણે પુત્ર સહિત ધનસાર શ્રેષ્ઠીને લાવીને વસ્ત્રાભૂષણાદિથી તેમને સત્કાર કરી તેમને બહુમાન આપ્યું. આ પ્રમાણે માતાપિતા અને બંધુઓ સહિત રાજાના જમાઈ અને ગુણેના સમૂહરૂપ, તથા સર્વે લેકામાં માનનીય ધન્યકુમાર સંપૂર્ણ સુખ ભેગવવા લાગ્યા. એ પ્રમાણે હમેશાં વૃદ્ધિ પામતી ધન, ધાન્ય, ઋદ્ધિ, સમૃદ્ધિ વિગેરેથી વધતી જતી યશકીર્તિથી ધન્યકુમારે કેટલેક કાળ આનંદમાં પસાર કર્યો. એકદા રાજગૃહી નગરીના ઉપવનમાં અજ્ઞાનના અંધકારરૂપી ભાર દૂર કર્યો છે જેમણે એવા તથા સર્વ વિશ્વના પદાર્થોને પ્રકાશના સાક્ષાત્ સૂર્ય સમાન ધર્મષ નામના સૂરિ મહારાજ મેટા સાધુસમુદાયથી પરવારેલા પધાર્યા. ગુરૂમહારાજના આગમનના સમાચાર સાંભળીને ભક્તિવંત અને સ્વભાવની હલકાઈ જેમણે મૂકી દીધી છે તેવા ધનસારાદિક પરજો કેઇ પણ જાતની ઈચ્છા વગર ગુરૂમહારાજને નમસ્કાર કરવા આવ્યા. પાંચ અભિગમ સાચવી વિધિપૂર્વક ગુરૂને વાંધીને ધર્મ સાંભળવાની ઈચ્છાવાળા તેઓ ગુરૂની સન્મુખ ઉચિત સ્થાને બેઠા, એટલે ગુરૂમહારાજે તેમને ધર્મદેશના સાંભળવાને તત્પર જોઈ ચારે ગતિના કલેશને નિવારનાર ચાર પ્રકારને ધર્મ કહી સંભળાવ્યું. તેમાં કહ્યું કે–“સર્વ સમીહિત સંપદાન આપનાર દાનાદિક ધર્મના ચારે ભેદે વિધિપૂર્વક આરાધે તે કપક્રમની જેમ તે ફળે છે. તે ચારે ધર્મોમાં પણ દાનધર્મ સર્વથી પ્રથમ છે. જૈનધર્મનું મૂળ દયાજ કહેલ છે, તે તેમાં અભયદાન રૂપે છે. કહ્યું છે કે अभयं सुपत्तदाणं, अणुकंपा उचिय कित्तिदाणं च / दोहिं पि मुक्खो भणिओ, तिनि वि भोगाइआ दिन्ति // 1 //