________________ 458 ધન્યકુમાર ચરિત્ર. “અમે મૂળ તે બીજા દેશના રહેવાસી છીએ, માત્ર ઉદરવૃત્તિ માટે જ ત્યાં આવ્યા હતા.” ધન્યકુમારે પૂછયું કે પહેલાં ક્યાં રહેતા હતા?” તેઓએ કહ્યું કે –“સ્વામિન ! કર્મની ગતિની શી વાત કરીએ? જ્યાં ઉદરવૃત્તિ થાય તે સ્વદેશ ગણવેધ પૂછ્યું“તમારા માતપિતા જીવે છે?” તેઓએ કહ્યું કે- “હા, તેઓ જીવે છે. ધન્યકુમારે પૂછયું કે તેઓ ક્યાં છે?” તેઓએ કહ્યું કે-“જે ગામમાં અમે રહીએ છીએ તે ગામમાં અમારા માબાપ તથા સ્ત્રીઓ પણ છે, અમારી સાથે નથી.” ધન્યકુમારે વિચાર્યું કે–“અરે ! જુઓ! દારિદ્રયના દુઃખથી પીડાયેલા એવા આ ત્રણે બંધુઓ પ્રત્યક્ષ પાસે ઉભેલા એવા મને પણ ઓળખતા નથી, ઉલટા મારાથી ભય પામે છે.” પછી ધન્યકુમાર ઉભા થયા, અને મેટા બંધુઓને આગળ કરી પ્રણામ કરીને કહ્યું કે “શું મને ન ઓળખે? હું તમારે નાને ભાઈ ધન્યકુમાર.” તે પ્રમાણે કહીને તેમને ઘરમાં લઈ ગયા.સેવકોએ તેમને અત્યંગ, સ્નાન, ભજનાદિક કરાવ્યા, અતિ અભુત એવા વસ્ત્રાલંકાર પહેરાવ્યા, મેટા ભાઈઓને આગળ કરીને હર્ષપૂર્વક વિનય સહિત યાચિત સ્થાને બેસી વિવિધ પ્રકારની અભુત રસઈ સૌ સાથે જમ્યા. પછી આચમન કરીને ઘરના અંદરના ભાગમાં જઈ ભવ્ય આસન ઉપર તેમને બેસાડી, પંચ સુગંધીયુક્ત તાંબુલાદિક આપી, અતિ સત્કારપૂર્વક હાથ જેડીને કૌશાંબી છેડી ત્યારથી માલવદેશમાં આવ્યા ત્યાંસુધીનું સર્વ સ્વરૂપ પૂછયું, એટલે તેનું ગામ લુંટાયા વિગેરેની સર્વ હકીકત તેઓએ યથાસ્થિત કહી બતાવી તે બરાબર સાંભળીને પછી ધન્યકુમારે તેઓને કહ્યું કે-“અરે! વડીલ બંધુઓ ! હવે પૂર્વે