________________ અષ્ટમ પલ્લવ. 457 છું, અને મારા બંધુઓ તથા તેમની પત્નીઓ આવી દુર્દશા અનુભવે તે હું કેવી રીતે જોઈ શકું ?" આ પ્રમાણે અંતરમાં રહેલા ભક્તિભાવથી તેણે સેવકોને કહ્યું કે-“અરે સેવ ! આ પરદેશી વ્યાપારીઓને મારશો નહિ, તેઓને અમારે ઘેર પ્રીતિપૂર્વક લઈ આવજો.” તે પ્રમાણે કહીને ઘોડા ઉપર બેઠેલા તે સ્વગૃહ તરફ ચાલ્યા ગયા, પછવાડેથી સેવકોએ તેઓને કહ્યું કે " અરે પરદેશીઓ ! અમારા સ્વામીને ઘેર તાકીદે ચાલે, અમારા સ્વામીએ હુકમ કર્યો છે કે તમને તેમને ઘેર લઈ જવા.” તે સાંભળીને તેઓ ભયભીત થયા અને બેલવા લાગ્યા કે-“અરે! આ વળી અમને ઘેર લઈ જઈને શું કરશે?” સેવકોએ તેમને કહ્યું કે–“ અરે ! ભય ધરશે નહિ. અમારા સ્વામી ઘરે આવેલાને કેઈ વખત દુઃખ આપતાં જ નથી, તે તે તેનું દુઃખ હેય તે ફેડી નાખે છે.” આ પ્રમાણે કહ્યાં છતાં પણ તેઓ શંકાતા શંકાતા ધન્યકુમારને ઘેર ગયા. સેવકે તેમને સભાસ્થાનમાં લઈ ગયા, અને તેઓએ વિજ્ઞપ્તિ કરીને કહ્યું કે “સ્વામીના હુકમ અનુસાર આ સર્વને અમે અત્રે લાવ્યા છીએ. તે સર્વ આપને પ્રણામ કરે છે.” ધન્યકુમારે તેમના તરફ જઈને કહ્યું કે–“અરે વ્યાપારીઓ ! ક્યા દેશમાંથી તમે આવે છે ?" તેઓએ કહ્યું કે-“સ્વામિન ! અમે માલવ દેશમાં રહીએ છીએ. આજીવિકાની પ્રાપ્તિ માટે ગેધમની ગુણે ભરી બળદ ઉપર લાદીને અહીં આવ્યા છીએ, પરંતુ અહિ તો ધાન્ય સધું છે, તેથી લાભ થતું નથી, પણ ખોટ જાય છે.” ધન્યકુમારે પૂછયું કે-“પ્રથમથી જ તમારે માલવદેશમાં વાસ છે, કે બીજા કેઈ દેશમાં રહેતા હતા. તેઓએ કહ્યું કે 58