________________ અષ્ટમ પદ્વવ, 459 અનુભવેલું દુઃખ સંભારશો નહિ, ચિત્તની પ્રસન્નતાથી અને સુખથી રહે. આ લક્ષ્મી, આ ઘર, આ અશ્વો, આ બળદે, આ , આ ગ્રામ તે બધાં તમારાંજ છે, હું પણ તમારે અનુચર છું, તેથી જે ઈચ્છા આવે તે ગ્રહણ કરે; કારણ કે જે લક્ષ્મી બંધુઓના ઉપગમાં ન આવે, તે લક્ષ્મી વખણાતી નથી. ભરતી વેળાએ ઘણું જળ સમુદ્રમાં આવે છે, પણ કાંઠા ઉપર રહેલાને કશા ઉપગમાં આવતું નથી, તેવી રીતે ભાઈઓથી જે લક્ષ્મીનો ઉપગલેવાતું નથી તે લક્ષ્મી નિરર્થક છે. મેરૂની સુવર્ણસંપત્તિની જેમ મળેલી લક્ષ્મી મને પસંદ નથી, કે જે લક્ષમી લાંબા કાળ સુધી આસપાસ ફરનાર મિત્ર ને પણ ઉપકાર કરનારી થતી નથી, કોઈનાં ઉપગમાં આવતી નથી. તેથી હે પૂજ્ય બંધુઓ ! મારા ઉપર કૃપા કરે, તમે અહીં રહે, અને આ લક્ષ્મી દાન તથા ભગવડે ઈચ્છાનુસાર વાપરીને સફળ કરે. આ બાળકની તે ઇચ્છા પૂર્ણ કરો.” આ પ્રમાણે વિનય તથા ભક્તિગર્ભિત ધન્યની વાણી સાંભળીને માનદોષથી દેષિત થયેલા તથા ઇર્ષ્યાથી જવલિત અંતઃકરણવાળા તેઓ બેલ્યા કે“ભાઈ ! અમે લધુ ભાઇના ઘરમાં રહેવા ઇચ્છતા નથી, કારણ કે હાના ભાઈના ઘરમાં રહેવાથી અમારા વૃદ્ધત્વમાં ખામી આવે. શું સૂર્ય શુક્રના ઘરમાં વાસ કરે તે હલકે કહેવાતું નથી ? તેથી બાનું ધન વહેંચીને અમને આપે, એટલે અમે જુદું ઘર લઈને ત્યાં નિવાસ કરીએ.” આ પ્રમાણેની તેમની વાણી સાંભળીને વિવેકી અને સરલ આશયવાળા ધન્યકુમાર પિતાના 1 મેરૂને પક્ષે મિત્ર એટલે સૂર્ય–લક્ષમીના પક્ષે તેને ભોગવટે કરવા ઈચ્છનાર.