________________ 450 ધન્યકુમાર ચરિત્ર. માગ્યા છતાં શ્રેણિક અને અભયકુમારે આગ્રહ કરીને કેટલાક દિવસ સુધી તેમને વધારે રાખ્યા. ફરીવાર પ્રદ્યોતરાજાએ જવાની રજા માગી, ત્યારે શ્રેણિકે જવાની તૈયારી કરાવી અનેક હાથી, તુરંગમ, રથ, આભૂષણ તથા વસ્ત્રાદિક આપીને તથા વિવિધ પ્રકારના જુદા જુદા દેશોમાં ઉત્પન્ન થયેલા પદાર્થો ભેટ કરીને તેમને સંતોષી મેટા આડંબરપૂર્વક જવાની રજા આપી. ધન્યકુમારે પણ પ્રથમ કઈ વખત નહિ જોયેલાં તેવાં વસ્ત્ર તથા આભૂષણે ભેટ ધર્યા. ત્યાર પછી પ્રદ્યોતરાજા ધન્યકુમાર તથા અભયકુમારનાં ગુણેનું વર્ણન કરતાં રાજગૃહીથી નીકળ્યા. શ્રેણિક, ધન્ય, અભય વિગેરે ઘણા રાજસેવકે તથા નગરજને વળાવવા માટે કેટલીક ભૂમિ સુધી સાથે ગયા. તે સ્થળે અભયકુમારે પોતે કરેલ દંભરચનાના અપરાધની ફરીથી ક્ષમા માગી. આંખમાં આંસુ લાવીને પ્રદ્યોતરાજા બોલ્યા કે મને તે તારે દંભરચનાને પ્રકાર સુખ માટે થયે, પણ હવે તારે વિયેગ દુઃખ માટે થાય છે. અભયકુમારે તે સાંભળીને કહ્યું કે-“સ્વામિન! ફરીથી હું આપના ચરણારવિંદના દર્શન કરવા માટે જરૂર આવીશ. મને પણ આપ પૂજયના ચરણને વિરહ બહુ દુષ્કર લાગે છે, પણ હું શું કરું? રાજયના ભારથી દબાચેલે હું બહાર નીકળવા સમર્થ થઈ શકતા નથી, તેથી સેવક ઉપર વિશેષ કૃપા રાખજે.” આ પ્રમાણે પરસ્પર સ્નેહ દેખાડતાં અને નમસ્કાર કરતાં બહુ સૈન્યના પરિવારવડે પરવરેલા પ્રદ્યોતરાજા ઉજયિની તરફ ચાલ્યા. કેટલેકદિવસે ક્ષેમકુશળ તેઓ ઉજજયિની પહોંચ્યા. ભવ્ય દિવસે તેઓએ મહત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કર્યો. તે દિવસથી શ્રેણિક અને પ્રદ્યોતરાજા વચ્ચે પરસ્પર પત્ર લખવા, કુશળ સમાચાર પૂછાવવા, યથાવસરે ભેટ મેકલવી વિગેરે સ્વજન