________________ અષમ પવિ. 449 ડીએ આનંદ કરવા ગયા. તે સ્થળે અનેક પ્રકારનાં વિકાસ કરવાપૂર્વક પુષ્પના સમૂહની શોભા જોઈને, ઘડાઓને ખેલાવીને આનંદ કરી મોટા આડંબરપૂર્વક પાછા ઘરે આવ્યા. સાયંકાળે પણ યથારૂચિ ખાનપાનાદિક લઈને રાત્રે ગંધર્વોએ ગાયેલા ગાયને સાંભળી સુખશામાં નિદ્રા લેવા માટે સુઈ ગયા. સવારે પ્રભાતિક રાગે વગાડતાં વાજીના શબ્દો સાંભળીને નિદ્રાને તજી દઈ, પ્રભાતનાં કૃત્ય કરીને ફરી રાજસભામાં આવ્યા. આ પ્રમાણે નવાં નવાં વસ્ત્રો, અલંકાર, વાહન, ગીત, વાજીત્ર, અદ્ભુત રસેઈ વિગેરેની ગેઠવણીથી ઘણી ઘણી રીતે શ્રેણિક રાજાએ તેમને સત્કાર કરીને પરસ્પરની પ્રિતિલતામાં વૃદ્ધિ કરી, વળી હમેશાં નિઃશલ્યપણે હૃદયમાં રહેલી ગુપ્ત વાર્તાઓ કહીને બંધાયેિલી પ્રીતિને વિશેષ દઢ કરી. તેઓએ અન્ય અન્ય કોઈ પણ જાતનો આંતરે રહેવા દીધું નહિ. આ પ્રમાણે ઘણા પ્રકારની સેવા કરીને પ્રદ્યોતરાજાને પ્રસન્ન કર્યા, જેથી બંનેનું એક રાજય હેય તેમ બંનેને બહુ સ્નેહસંબંધ થયે. એમ ઘણા દિવસે વ્યતિત થયા ત્યારે પ્રદ્યોતરાજાને પિતાની નગરીએ જવાની ઈચ્છા થઈ. ગુપ્ત રીતે મને અત્રે લાવ્યા છે, તેથી હવે ઘેર જવું તે શ્રેષ્ઠ છે' તેમ વિચારીને પ્રદ્યોતરાજાએ શ્રેણિકરાજાને કહ્યું કે–“રાજન ! સજજનની સંગતિમાં જતા કાળની ખબર પડતી નથી, તમારે, ધન્યકુમારને તથા અભયક્રમારને વિરહ કોણ છે? પણ શું કરું? ઉજજયિનીનું રાજ્ય સૂનું પડ્યું છે, કેઇને સંપીને આવ્યું નથી, વળી છળવડે હું અને લવાયેલે છું, તેથી લેકે પણ અનેક પ્રકારની વાત કરતા હશે. તેથી હવે આપ રજ આપ, કે જેથી હું સ્વદેશમાં જાઉં.” આ પ્રમાણે રજા