________________ આમ પવિ. * સંબંધીને લાયક સંબંધ બંધાઇ ગયે. પિતતાના રાજ્યમાં બંને ન્યાયપૂર્વક રાજ્ય કરવા લાગ્યા. ધનસારને અધિકાર. કૌશબીમાં ત્રણ પુત્ર સહિત ધનસારને રાખીને ધન્યકુમાર નીકળ્યા હતા, તેને બાકી રહેલ અધિકાર હવે વર્ણવવામાં આવે છે. રાજગૃહીમાં ધન્ય અને અભયકુમાર હમેશાં અધિક પ્રેમવડે ત્રણ વર્ગ (ધર્મ, અર્થ, કામ) ને સાધતાં સુખેથી કાળ વ્યતિત કરતા હતા. હવે કૌશાંબીમાં ધન્યકુમારના ત્રણે ભાઈઓ ધન્યકુમારે મેળવેલ તથા આપેલ પાંચશે ગામમાં બહુ કઠણ અભાગ્ય રેખા હોય તેમ પિતાની આજ્ઞા સ્થાપન કરવા લાગ્યા. તે વખતે શનિના ગૃહની દષ્ટિની જેમ તેઓની આજ્ઞામાં રહેલા ગામોમાં ભાગ્યહીનપૂણાથી બીજા ગામમાં વરસાદ થાય તે પણ તે નહિ. ભાગ્યગ સીધે હોય ત્યારે જ ઇસિત મેઘવૃષ્ટિ થાય છે.' તેવી સ્થિતિ થવાથી તે ગામમાં રહેવાવાળા કેટલાક લેકે વરસાદના અભાવને લીધે પિતાની આજીવિકા ચલાવવા માટે તથા પિતાના ચતુષ્પદ વિગેરેની આજીવિકા માટે જેવી રીતે ફળ રહિત વૃક્ષોને છોડી દઈને પંખીઓ અન્ય વૃક્ષમાં વાસ કરવા જાય તેવી રીતે બીજા બીજા ગામમાં જવા લાગ્યા. તૃણતથા ધાન્યને ક્ષય થવાથી ઉદરપૂત્તિના અભાવે જેવી રીતે સરોવરમાં પાણીના અભાવે મા ક્લા વિગેરે જળચર જીવે મરી જાય છે. તેવી રીતે હાથી, અથાદિક પશુઓ કઈ સુધાથી, કઈ તૃષાથી, કઈ દુષ્કાળમાં ઉત્પન્ન થયેલા ગાદિકથી મૃત્યુ પામવા લાગ્યા. “પૂર્વ સંચિત સુકૃત શિવાય