________________ 446 ધન્યકુમાર ચરિત્ર. ગુણનું પ્રગટન, અતિશય ઉદારવૃત્તિથી કોઈ પણ જાતની ઇચ્છા વગર આજીવિકાનું દાન, સેવકનાં કહેલાં વચનને સત્ય તરીકે વીકાર, કલ્પવૃક્ષની જેમ વાંછિત પૂરણ, આ સર્વ કોણ કરશે? આપની કૃપા તે મને હમેશાં યાદ આવે છે. હું જે ત્યાંથી બહાર નીકળે, તે મારાં માઠાં કર્મોનાં ઉદયથી પ્રેરાઈને નીકળ્યા હતા, તેમાં આપને કાંઈ પણ દેશ દેવા જેવું છેજ નહિ. કમની ગતિ વિષમ છે. ત્યાર પછી દેશાંતરમાં ભમતાં ભમતાં જુદા જુદા સ્થાને રહેવાની વ્યગ્રતા, મનની અસ્તવ્યસ્તતા, અધિક અધિક વાત્સલ્ય કરતાં છતાં ઉપેક્ષા, પરાધીનપણું અને આપની રજા વગર ચાલી નીકળે તેથી થતી શરમ-ઇત્યાદિ કારણથી આ બાળકની તે સ્થળનાં અન્ન પાણી લેવાની ઈચ્છા વધી નહિ. વળી કર્માનુસાર અદકના સંબંધથી તથા ક્ષેત્રસ્પર્શનાના ગની પ્રબળતાથી હું અહીં આવ્યો. મગધાધિપ મહારાજની કૃપાવડે હું અહિં આનંદથી રહું છું, તમારી જેમજ શ્રેણિક મહારાજાની પણ મારા ઉપર બહુ કૃપા છે.” - ત્યાર પછી પ્રદ્યોતરાજાએ મગધાધિપની પાસે જઈ જરા હસીને માથું ધુણાવીને કહ્યું કે –“અહે ! વશીકરણ કરવાની તમારી કળા બહુ ઉત્તમ દેખાય છે કે જેથી બે હાથવડે છાયા કરીને રાખેલા અને રાજયના સાતે અંગેની ધુરાને ધારણ કરનારા કર્યા છતાં પણ આ ધન્યકુમાર અમને છેડી દઈને વગર બોલાવ્યા તમારી પાસે આવીને રહ્યા છે. તેઓ અમારા રાજયના અલંકારભૂત હતા, તેને તમે કઈ વિશિષ્ટ ઉપાયથી વશીકરણ પ્રગવડે એવા વશ કરી લીધા છે કે જેથી તે અમારું નામ પણ સંભારતા નથી અને અહીં સ્થિર થઈને રહે છે. તેઓ