________________ અષ્ટમ પવિ. 447 સ્વમમાં પણ બીજે જવાની ઈચ્છા કરતા નથી, તેથી આમાં તે તમારી કોઈ અદ્ભુત કળા દેખાય છે. જે રાજા ડાબી અને જમણી બંને બાજુએ બુદ્ધિના નિધાન એવા અભયકુમાર અને ધન્યકુમારને રાખે છે તેને કેની ભીતિ હોય ? તેને કયા દુઃખની ચિંતા હેય? તમે તે બહુ મોટા ભાગ્યશાળી છે.” પ્રદ્યોતરાજાનું આ પ્રમાણેનું કથન સાંભળીને મગધાધિપ બેલ્યા કે–“સ્વામિન ! આપે જે કહ્યું તે બરાબર છે–સાચું જ છે– તે પ્રમાણેજ છે, કારણકે જ્યારે આપે અભયને ત્યાં રાખે ત્યારે આ ગામમાં જે ઉલ્લંઠે અને ધૂર્તા હતા તે બધા સજજ થઈને આખા નગરમાં વિડંબના કરવા લાગી. એક પૂર્વે તે કપટકળા તથા વચન ચનાવડે મને પણ ચિંતારૂપી ખાડામાં પાડ્યો હતો, તેને જીતવાને કઈ સમર્થ નહોતું. તે વખતે આ બુદ્ધિશાળીએ બહાર આવીને તે ધૂર્તનો પરાજ્ય કર્યો, અને મને નિશ્ચિત કર્યો. આ એકે જ મારા રાજ્યની આબરૂ સાચવી. મેં પણ ઉપકારના મિષથી મારી કન્યા તેને આપીને સનેહસંબંધવડે તેમને બાંધીને રાખેલા છે, તે પણ વચમાં કેટલાક વખત સુધી મને તથા ધન કુટુંબાદિક સર્વને ત્યજી દઈને તેઓ કાંઈક ચાલ્યા ગયા હતા, તેથી આપને પણ મનમાં ઓછું લાવવા જેવું નથી. ત્યારપછી કેટલેક સમય વહી ગયે ત્યારે પાંચ કન્યા પરણીને મોટી વિભૂતિ સહિત અત્રે પાછા આવ્યા છે. ત્યારપછી અભય પણ અત્રે આવ્યું. તમારી સાથેના સનેહસંબંધની વાર્તા કઈ દિવસ પણ તેમણે મને કહી નથી, તેથી મહારાજે આજે એવી શિખામણ એને આપવી કે જેથી ફરીથી એવું ન કરે !" પ્રદ્યોતરાજાએ કહ્યું કે-“મગધાધિપ ! હવે તે તેવું કરશેજ નહિ, જગતને વશીકરણ કરવામાં