________________ જરૂર ધન્યકુમાર ચરિત્ર. બંધમાં તેઓને ગાઢ અનુરાગિણી કરી છે, પરંતુ અમુક દિવસે વણિકના વેષથી એકલાજ તમે જશે તે કાર્યસિદ્ધિ થશે. સમયે હું આપને ત્યાં જવા માટે જણાવીશ. તેઓનું રૂપ, લાવશ્ય, ચતુરાઈ, સૌભાગ્ય વિગેરે જેવું તમે વર્ણવ્યું તે કરતાં પણ મેં અધિક દીઠું છે. તેઓનાં દર્શનથી કેણ મેહ ન પામે ? - તમારા પુણ્યબળથી જ આ કાર્ય થયું છે.” આ પ્રમાણે દૂતીનાં વચન સાંભળીને રાજાએ તેને ઉત્તર આ કે– “અરે ડાહી! અરે વિદુષી દૂતી ! હું તારી વાણીની ચતુરાઈ જાણું છું, તેમ જાણીનેજમેં તને ત્યાં મેકલી હતી. આ પ્રમાણે કહીને ઘણું ધન તથા વસ્ત્રાદિક આપી તેને જવાની રજા આપી. રાજા પણ તે દિવસથી આશારૂપી ગભીના પાશમાં પડ્યો અને મહા અનર્થકારી અનેરને કરતે અને કલ્પનાની જાળ ફેલાવતા મનદ્વારા અતિશય ઉગ્ર કમબંધન કરવા લાગે. બંને વેશ્યાઓએ શ્રેષ્ઠીને બધી હકીકત નિવેદન કરી. શ્રેષ્ટીએ બીજે દિવસે સર્વે વ્યાપારીઓ તથા શેઠીઆઓને એકઠા કરીને કહ્યું કે મારે જે ભાઈનું દુઃખ છે, તે તમે સર્વ સારી રીતે જાણે છે. ઘણા ઔષધ તથા મંત્રાદિકવડે પણ તે સાજો થત નથી. એક દિવસ અમારે ઘેર દૂર દેશથી એક બુદ્ધિશાળી અતિથિ ભિક્ષા લેવા માટે આવ્યું હતું. ઉપકારપરાયણ તે અતિથિ મારૂં દુઃખ જોઈને કહેવા લાગે કે-અરે શ્રેષ્ઠિન ! નકામે પ્રયત્ન શું કરવા કરે છે? આને દુષ્ટ દેવતાએ અધિણિત કરેલ છે, તેથી કઈ પણ ઉપાયવડે આ સાજો થશે નહિ. પણ જો તમારે તેને સાજો કરેજ હોય, તે તમે અમુક તીર્થે જાઓ. ત્યાં આશાપુરી નામે દેવી છે, તે દેવાલયની પાસે સર્વ દોષને ચૂનાર સર્વપદ્ધર 1 * 1 સર્વ આપદાને હરણ કરનાર. મઇ આ દુ વતન. પણ જો તમારા નામ