________________ અષ્ટમ પલ્લવ. 431 મેકલશું અને બધું તેની સાથે કહેવરાવશું, તે તમારે રાજાને કહેવું પછી ગ્ય નિપુણતાથી રાજાજી એકલા ગુપ્ત દ્વારવડે અહીં આવે. તે વખતે રાજાજીને અને અમારે ઇચ્છિત સમાગમ થશે અને પરસ્પરની ધારણા સફળ થશે. વળી અમે પણ તેમની યથાચિત સેવા કરશું, પરંતુ આ વાત રાજાજી સિવાય બીજા કોઇની આગળ કહેવાની નથી. તમે તે બધી રીતે કુશળ છો, તેથી વધારે કહેવું અનુચિત છે, પણ અમારૂં પરવશપણું ઘણું સખત છે, તે ભયથીજ પુનઃપુનઃ અમે કહીએ છીએ. વિશેષ શું ? અમારી લાજ તમારા હાથમાં છે, જેમ કેઈ ન જાણે તેમ આ કાર્ય સાધ્ય થાય તેવું કરજે.” આ પ્રમાણે કહીને તેને શ્રેષ્ઠીની અનુજ્ઞાથી વસ્ત્ર, ધનાદિક સારી રીતે આપ્યું. બહાર ઉભા રહેલા રાજાના સેવકે અને દાસી એને પણ તેઓના ધાર્યા કરતાં વધારે આપીને વિસર્જન કર્યા. તે બધાં પ્રસન્ન થઈને ગયા. દૂતી પણ હર્ષપૂર્વક જતી રસ્તામાં વિચાર કરવા લાગી કે–“ મારા ભાગ્યદયથીજ આવું કાર્ય હાથમાં આવ્યું.આ કાર્યસિદ્ધ થશે એટલે રાજા પણ મેટી મહેરબાની દેખાડશે. આ પણ મટી શેઠાણુઓ છે, તેથી તેઓ પણ હર્ષપૂ. ર્વક મને ઘણું ધન આપશે.” આ પ્રમાણે વિચાર કરતી તે રાજા પાસે ગઈ અને રાજાને કહ્યું કે-“વામિન ! મેં તમારા હુકમની સિદ્ધિ માટે મોટા પ્રયત્નવડે કાર્યને લગભગ સિદ્ધ કર્યું છે, પણ તેઓ અત્રે આવી શકે તેમ નથી. હું પણ ઘણા પ્રયત્નવડેજ તેના ઘરમાં જઈ શકી હતી. રાજાના અંતઃપુર કરતાં પણ તેઓના ઘરમાંથી નીકળવું વિષમ છે, પણ તમારી સેવામાં સદા તત્પર એવી મેં તમારા પુણ્યબળથી વચનચાતુર્યવડે તમારા સંગ