________________ નામનું એક સરોવર છે. ત્યાં એકવીસ દિવસ સુધી ૨નાન કરીને તે દેવીની પૂજા કરો, તેમ કરવાથી આ તમારા ભાઈનાં સર્વ દોષ નાશ પામી જશે. આ પ્રમાણે તેનું વચન સાંભળીને ત્યાં જવાની મેં આકરી બાધા રાખી છે; તેથી મારે ત્યાં તાકીદે જવું જ જોઈએ, ત્યાં જવા-આવવામાં ત્રણ ચાર મહિના લાગશે, તેથી જેનું જે કાંઈ લેણું હોય તે લઈ જજો અને દેવું દઈ જજે.” તે સાંભળીને તે વ્યાપારીઓએ કહ્યું કે- શ્રેષ્ટિન ! તમે સુખેથી ત્યાં જાઓ, તમારા ભાઈથી તમને થતી વિડંબનાનું દુઃખ જોવાને અમે પણ સમર્થ નથી. આપની જેવા સજજન પુરૂષને આવી વિડંબણા હેવી ન જોઈએ. અમે તે હમેશાં આશીષ આપીએ છીએ કે–તમારી વિડંબના દૂર થઈ જાઓ. અમારા લેણાની અમારે જરા પણ ચિંતા નથી, કારણ કે તમારી પાસે જે લેણું છે તે અમારા ઘરમાં જ છે. અમે તે તમારા ગુણેથી ખરીદાયેલા છીએ; તમે બહુ ખુશીથી ત્યાં જઈ મનનું ધારેલ કાર્ય સિદ્ધ કરીને તાકીદે અત્રે આવજો. આપનું દુઃખ ટાળવાથી આપને અને અમને બહુ સુખ થશે.” આ પ્રમાણેનાં વ્યાપારી શેઠીઆઓનાં વચને સાંભળીને ફરીથી અભયશ્રેણી બોલ્યા કે-“ અહે! સજજન બંધુઓ ! મને તે ત્રણે વેગથી તમે જે બોલે છે તે સાચું જ છે તે વિશ્વાસ છે. તમે સર્વે મારા શુભચિંતકે છે. તમારા શુભચિંતનથી મારૂં કાર્ય અવશ્ય નિવિ પાર પડશે; પણ આ તે વ્યવહાર છે કે દેવું કેઈનું રાખવું નહિ. જગતમાં બહણ સમાન કેઈ દુઃખ નથી. વળી પરદેશ જતા હોઈએ ત્યારે તે કેઈનું દેવું બાકી રહેવા દેવું નહિ, કારણ કે સમસ્યની કોઈને ખબર પડતી નથી. કાલે શું થશે તે 55