________________ ' અષ્ટમ પલવ. 423 ઘેર ગઈ અને અંતઃપુરનું દ્વાર હતું ત્યાં જઈને બધા ઉભા રહ્યા, એટલે અંતઃપુરનું રક્ષણ કરનારા રક્ષક પુરૂષોએ તેમને પૂછયું કે આ શું છે?” ત્યારે તે દૂતી આગળ વધીને બેલવા લાગી કે “ગઈ કાલે રાજાને ત્યાં કુળક્રમથી આવેલે દેવીને મહત્સવ હતે, તેથી તે દેવતાની શેષ સર્વ સ્થળે મેકલી, તે રીતે રાજાએ ઘણી પ્રીતિથી આ શ્રેષ્ઠીના ગૃહે પણ આ શેષ મકલી છે અને રાજાએ કહેવરાવ્યું છે કે-શ્રેણીના અંતઃપુરમાં જઈને તે આપવી, તેથી તે દેવાને માટે હું આવેલી છું.” ત્યારે દ્વારપાળે કહ્યું કે શ્રેણીની રજા વિના અમે તમને અંદર જવા દેશું નહિ, પણ તમે રાજા તરફથી આવ્યા છે, તેથી શ્રેષ્ઠીને પૂછીને તમને અંદર પ્રવેશ કરવા દેશું, માટે એક ક્ષણવાર અગેજ ઉભા રહે.” એમ કહીને એક સેવકે શ્રેષ્ઠી પાસે જઈને સર્વ હકીકત નિવેદન કરી. તેણે કહ્યું કે–“તેઓને કહો કે–રાજાએ મેટી કૃપા કરી છે, પણ એક મુખ્ય કે દાસી અંતઃપુરમાં જઈને આપી આવે; સત્કાર તે સર્વને કરે ગ્ય છે પણ અમારા કુળને રીવાજ હેવાથી બધાને અંદર જવા દેશું નહિ.” આ પ્રમાણેનું શ્રેષ્ઠીનું કથન સેવકે જઇને તે દાસીને કહીને કહ્યું કે–તમારામાંથી એક શ્રેષ્ઠીના આદેશ પ્રમાણે અંતઃપુરમાં જાઓ.' * આ ઉત્તર સાંભળીને મેટી દેસી પોતે થાળ ઉપાડીને અંતઃપુરમાં ગઈ. દૂરથી જ તે બંનેનું સ્વરૂપ જોઈને તે ચિત્તમાં ચમત્કાર પામી અને વિચારવા લાગી કે–“અહો! આ બંનેનું સ્વરૂપ, ચાતુર્ય તથા લાવણ્યાદિક જેઈને રાજા મેહમાં પડી ગયા છે તેમાં શું આશ્ચર્ય છે ? આ બંનેના હાવભાવાદિક જેઈને કે મુનિ કે મૂર્ખદ્ર સ્થિર ચિત્તવાળે રહી શકે?” આ પ્રમાણે વિચાર