________________ 422 ધન્યકુમાર ચરિત્ર. આવ્યા છ માસ લગભગ થયા છે, પણ મારી માતા માત્ર એક કે બે વાર તેના અંતઃપુરમાં જઈ શકી છે.” આ સર્વ હકીકત જાણીને તે દૂતીએ રાજા પાસે જઈને તે હકીક્ત કહી સંભળાવી અને કહ્યું કે–“સ્વામિન ! આ કાર્ય તે મહા કષ્ટથી સાધી શકાય તેવું છે; તેમાં પણ કાર્યની સિદ્ધિની તે ભજનાજ છે. તે પણ આપને હુકમ મેં અંગીકાર કર્યો છે, તેથી હું જેટલું બનશે તેટલું અવશ્ય કરીશ, પછી જેવું તમારા નશીબનું બળ.” રાજાએ તે સાંભળીને કહ્યું કે-મારું ભાગ્ય છે, કારણ કે તેઓ રાગવાળી દષ્ટિથી મારા તરફ જુએ છે એમ અનુમાનથી કલ્પી શકાય છે, તેથી તું ઉદ્યમ કર, તારે ઉધમ સફળ થશે. દૂતીએ કહ્યું કે-“મહારાજે કહ્યું તે સર્વ સાચું છે, પણ તેના અંતઃપુરમાં પ્રવેશ કરે તેજ પ્રથમ અતિ દુષ્કર છે. વાણિયાની જાતિ બહુ વિચક્ષણ હોય છે, તેને છેતરવી બહુ મુશ્કેલ છે, બાકી ઉદ્યમમાં હું કાંઈ ન્યૂનતા રાખીશ નહિ.” એ પ્રમાણે કહીને દૂતી પોતાને ઘેર ગઈ અને વિચારવા લાગી કે“રાજા પાયે મેં પ્રતિજ્ઞા તે કરી છે, પણ ઓળખાણ વગરના ઘરમાં કયા ઉપાયવડે પ્રવેશ થઈ શકશે.” આ પ્રમાણે ચિંતાસમુદ્રમાં પડી. ત્રણ દિવસ ગયા પછી રાજાની સમીપે આવીને અંતઃપુરમાંથી ચાર દાસી અને પાંચ પુરૂષ માગ્યા. તેને લઇને પિતાને ઘેર જઈ એક મોટા વાસણમાં વિવિધ પ્રકારની સુખડીઓ ભરી અને બીજા વાસણે દ્રાક્ષ, અડ, બદામ, પસ્તા, નાળિયેર વિગેરેથી ભરીને, બહુ સુંદર રેશમી વસ્ત્રવડે તેને ઢાંકી, સુંદર તરૂણીઓ પાસે તે થાળ ઉપડાવી, પોતે મટી શેઠાણી બની. પછી દાસીઓ ગીત ગાતી ગાતી આગળ ચાલતી હતી અને રાજપુરૂષ પાછળ ચાલતા હતા, તે પ્રમાણેના ઠાઠથી તે શ્રેષ્ઠીને