________________ અષ્ટમ પવિ. 421 અમુક પિળમાં છે, તેમાં દેશાંતરથી આવેલા ગુહરથ રહે છે. એક મેટે દાતા, ભેગી, પરેપકાર પરાયણ શ્રેણી છ મહીના પહે લાંજ તે મકાનમાં આવીને રહેલ છે. તેના સૌજન્યનાં કેટલાં વખાણ કરવાં? તેને માટે પરિવાર છે, તેમાંથી કેઈ તેની આજ્ઞાથી તે તરફ ઉભેલા હોય છે; બાકી અમે કાંઈ વધારે જાણતા નથી. આ બાજુનાં બારીઓની શ્રેણિનાં બારણાં તે પ્રાયે કરીને બંધ રાખેલા દેખાય છે. આ બાજુ કેઈ ઉભું રહેતું નથી. આ પ્રમાણે સાંભળીને તે દૂતી વિચારવા લાગી કે–અહીં જોઈએ તેવી ખબર ન મળી, તેથી જે ઘરના મુખ્ય દરવાજે જઈશ તે બધી બાબતની ખબર પડશે.” આ પ્રમાણે વિચાર કરીને પાછી ફરી ધીમે ધીમે તપાસ કરતી તે આવાસના મુખદ્વાર પાસે ગઈ. તે સ્થળે તે રાજદ્વારની જેમ પૂરજન તથા સેવકેથી તે દ્વાર તે તદન રેકાયેલું દીઠું; પછી તેના પાડોશીને ઘેર કાંઈક ઓળખાણ કાઢીને તેની પાસે બેસી વાત કરતાં કરતાં તેણે પૂછયું કે–અરે ! આ મોટા આવાસમાં કોણ વસે છે?' તેણે કહ્યું-“દૂરદેશાંતરથી આવેલા એક શ્રેષ્ઠી અત્રે રહે છે. સર્વ ગુણેથી સંપન્ન, શ્રેણીઓમાં શિરોમણિ અને પરોપકારમાં પરાયણ આવો કોઈ સજન પુરૂષ હજુ સુધી અમારા દષ્ટિપથમાં આવ્યું નથી.” વળી ફરીથી દૂતીએ પૂછયું કે–“તેના જમાનામાં કોઈ સ્ત્રી છે કે નહિ?” તેણે કહ્યું કે-“હા, સ્ત્રી તે છે, પણ ત્યાં કેઇને પેસવા દેતા નથી. હું તે સજજન શ્રેણી પાસે સેંકડેવાર ગયે છું, પણ તેના અંતાપુરમાં ગયે નથી. તેઓના દેશમાં આજ રીવાજ જણાય છે. મેટી ઓળખાણ અને ઘણે પ્રિમ હેય તે કોઈ વખત બીજી સ્ત્રીઓ અંતઃપુરમાં જાય છે, પુરૂષ તે કઈ જઈ શકતું જ નથી. આ શ્રેષ્ઠીને અહીં રહેવા