________________ ૪ર૭ ધન્યકુમાર ચરિત્ર. પ્રમાણે ક્ષણે ક્ષણે વિરહાગ્નિથી બળત તે પિતાના મહેલમાં ગયે અને વિચારવા લાગે કે-“જે કોઈ નિપુણ, અવસરની જાણ, વાણીમાં કુશળ એવી વિચક્ષણ દૂતીકા કઈ મિષ કરીને આ બંનેની પાસે જાય અને તેમને આશય જાણી લો તો કઈ પણ ઉપાયથી મને રથની સિદ્ધિ થાય.” આ પ્રમાણે ચિંતવીને દૂતીના કાર્યમાં કુશળ એવી એક સ્ત્રીને લાવીને તેની આગળ અમુક ચતુષ્પથમાં, અમુક પ્રકારના આકારવાળા મકાનની સમીપમાં, અમુક ઉંચા મહેલમાં, પૂર્વ દિશામાં જે મકાનનું મુખ આવેલ છે વિગેરે નિશાનીઓપૂર્વક પિતે જે અનુભવ્યું હતું અને પિતાને જે ઈચ્છિત હતું તે સર્વ નિવેદન કર્યું અને કહ્યું કે-“તું ચતુરાઈથી કાંઈક મિષ કરીને, તે ઘરે જઈને, તેનું કુળાદિક જાણીને તેમજ તેઓના હૃદયમાં રહેલ પ્રેમનું પરિણામ પીછાનીને પાછી આવજે.” દૂતીએ તે સાંભળીને કહ્યું કે સ્વામિન ! આ બહુ આકરૂંવિષમ કાર્ય છે. અપરિચત એવા ઉત્તમ મનુષ્યના ઘરમાં જવું તે અતિ દુષ્કર છે, તેમાં પણ તેની ગુહ્ય વાર્તા જાણવી તે તે અતિશય દુષ્કર છે. આપે આજે મહા વિષમ કાર્ય મને બતાવ્યું છે, તે પણ આપના ચરણની કૃપાવડે મારી ચતુરાઈ વાપરીને તમારી આજ્ઞાનુસાર તેની સર્વ પ્રકારની ખબર મેળવી આપની પાસે તે સર્વ નિવેદન કરીશ. આપે તેવખત મારે મુજરો સ્વીકાર.” ઉપર પ્રમાણે કહીને તે દૂતી રાજાની સમીપેથી નીકળી ત્યાંજ ગઈ. રાજાએ કહેલ ચતુષ્પથમાં જઈને આમતેમ ચોતરફ અવકન કર્યું. પછી તે સ્થળે રહેનારા લેકને પૂછયું કે–“આ બારીઓની શ્રેણીવાળું ઘર કોનું છે? અહીં કેણ રહે છે?” તેઓએ કહ્યું કે-“આ મેટી હવેલીનું મુખ તે પશ્ચિમ દિશાએ